હસીન જહાં એ પોસ્ટ કર્યો એવો ફોટો, લોકોએ કહ્યું- `આજ કારણે રિલેશન તૂટી જાય છે`
હસીને હવે એક નવો ફોટો શેર કર્યો છે. આ ફોટોને લઈને પણ તેમને લોકો પાસેથી સારું ખરાબ સાંભળવું પડી રહ્યું છે.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પણ ઘણી એક્ટિવ રહે છે. લોકો શમીને લઈને ઘણી વખત હસની જહાંને ટ્રોલ કરતા રહે છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે લોકોનું ધ્યાન શમીની પત્નીએ એકવાર ફરી ખેંચી લીધું છે. હસીને હવે એક નવો ફોટો શેર કર્યો છે. આ ફોટોને લઈને પણ તેમને લોકો પાસેથી સારું ખરાબ સાંભળવું પડી રહ્યું છે.
હસીન જહાંએ પોસ્ટ કરી બેકલેશ ફોટો
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ઘણી વખત પોતાની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર બેકલેસ પોઝમાં ફોટોઝ શેર કર્યો છે. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે તેમણે 4 કિલો વજન ઘટાડ્યું છે. હસીન જહાંની આ તસવીરને ઘણા પ્રશંસકોએ ઘણી પસંદ કરી, પરંતુ અમુક લોકોએ ફિગર મેન્ટેન કરવાની સલાહ આપી હતી. તેના સિવાય એક યૂઝરે તો હસીનને એટલે સુધી કહી દીધું કે આ જ કારણથી સંબંધો તૂટી જાય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube