અમદાવાદઃ રિયાલિટી શો ઈન્ડિયાઝ રોકસ્ટારથી ચર્ચામાં આવેલ અને 'તું મેરા કપ કેક હૈ' થી લોકોમાં ચર્ચિત બનેલા મોહિત ગૌરે અમદાવાદ ખાતે પોતાનું નવું આલબમ ’વહીન’ લૉન્ચ કર્યું. પોતાના નવા આલબમ વિષે વાત કરતા મોહિતે જણાવ્યું કે તેમને યુટ્યુબ પર પોતાની એક સ્ટોરી સીરીજીની શરૂઆત કરી છે જેને તેના જીવનના જુદા જુદા કિસ્સાઓ દ્વારા રજુ કરવામાં આવશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેને વધુમાં જણાવ્યું કે મારા ૮૦ ટકાથી વધુ ગીતો મારી પર્સનલ લાઈફથી કનેક્ટેડ હોય છે અને મેં અત્યાર સુધી સૂફી, રોક,ગઝલ,પ્રાર્થના જેવા અનેક ગીતો ગાયા છે અને હું ઈચ્છું છું કે હું વધુને વધુ ગીતો ગાઉ અને લોકો ને સંભળાવું. યૂટ્યુબ પર અત્યાર સુધી આ ગીતને ૪ લાખથી પણ વધારે વ્યુવસ મળી ચુક્યા છે.


મોહિતે અત્યાર સુધીમાં 800થી વધુ ગીતો લખ્યા છે અને તે પોતે કંપોઝ કરે છે. જે ધીરે ધીરે પોતાના શ્રોતાઓ સુધી પહોંચાડશે. વહીન આલ્બમનું સોંગ ' હા મેરા દિલ તો વહી હૈ...વહી હૈ...' મોહિતે માત્ર બે કલાકમાં જ તૈયાર કર્યું છે. તેણે આ ગીત વિશે વધુમાં જણાવતાં કહ્યું હતું કે આ ગીત પાછળ પણ એક રસપ્રદ સ્ટોરી છે. એકવાર હું મિત્રો સાથે હોટલમાં બેઠો હતો. બધા મિત્રો ભેગા મળીને વાતો કરી રહ્યા હતા ત્યારે હું ચૂપચાપ બેસ્યો હતો. મારા મનમાં કોઇક વિશે વિચારો ચાલી રહ્યા હતા. શરીર માત્ર મિત્રો સાથે હતું પરંતુ મારું દિલ બીજે ક્યાંક હતું. 


મને જોઇને મિત્રો બે-ચાર વાર ધક્કો મારીને હલાવ્યો અને મોહિત મોહિત બૂમો પાડી અને અનાચક જ હું સભાન અવસ્થામાં આવી ગયો. અને બસ પછી હું તરત જ મિત્રો વચ્ચેથી અચાનક જ ઉભો થઇને મારા રૂમમાં જતો રહ્યો. થોડીવાર બાદ મારા મિત્રો રૂમ પાસે આવીને દરવાજો ખખડાવવા લાગ્યા. અને કહ્યું કે બધુ જ બરાબર છે મોહિત. મેં વળતો કોઇપણ જવાબ ન આપ્યો. અને ત્યારબાદ બે કલાક સુધી રૂમમાં પુરાઇ રહ્યો. બે કલાકની મહેનત બાદ આ ગીત તૈયાર કરીને મિત્રો સમક્ષ રજૂ કર્યું. અને અંતે તેને આખરી ઓપ આપીને તેને આજે લોંચ કરવામાં આવ્યું છે.