કાર્તિક આર્યન અને સારા અલી  ખાનનું નામ ત્યારથી એકબીજાની સાથે જોડાયેલું છે જ્યારે તેમની ફિલ્મ લવ આજ કલ 2નું શુટિંગ પણ શરૂ થયું નહતું. કરણ જૌહરના શોમાં સારા અલી ખાને બસ એટલું કહ્યું હતું કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે અને ત્યારબાદથી તો આ પ્રકારના સમાચારોનો ઢગલો થવા માંડ્યો. જો કે એવું પણ નથી કે મીડિયા તેમના અંગે ખોટા અહેવાલો આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્તિક આર્યન અને સારા અલી ખાન પણ એક બીજા સાથે ખુબ એન્જોય કરી રહ્યાં છે. બંને એક બીજા માટે એટલા દીવાના છે કે તેઓ ઘરવાળાની પણ વાત સાંભળતા નથી. જો તાજા મીડિયા રિપોર્ટ્સનું માનીએ  તો સારા અલી ખાનની માતા અમૃતા સિંહ નથી ઈચ્છતી કે તેની પુત્રી કાર્તિક આર્યનને વધુ મળે. પરંતુ સારા અલી ખાન આ મુદ્દે તો કઈ પણ સાંભળવાના મૂડમાં હોય તેવું લાગતું નથી. હાલમાં જ તે કાર્તિક આર્યન સાથે ઈદ મનાવવા પણ પહોંચી ગઈ હતી. તેની તસવીરો હજુ પણ ઈન્ટરનેટ પર ખુબ વાઈરલ છે. 



એવું સંભળાઈ રહ્યું છે કે અમૃતા સિંહને કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો આ મેળ મિલાપ કઈ ખાસ ગમતો નથી અને તે પુત્રીની આ હરકતથી ખુબ નારાજ છે. 


જો બંનેની પ્રોફેશનલ લાઈફ અંગે વાત કરીએ તો તે ખુબ જ શાનદાર ચાલી રહી  છે. આ સાથે જ કાર્તિક આર્યન અને સારા અલી ખાન ડાઈરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મનું પણ શુટિંગ કરી રહ્યાં છે. કહેવાય છે કે આ એક રોમેન્ટિંક ફિલ્મ છે. જે બંનેના ચાહકોને ખુબ ગમશે. ફિલ્મનું નામ 'લવ આજ કલ 2' કહેવામાં આવી રહ્યું છે. જે આવતા વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.