નવી દિલ્હી: મહેમાન જ્યારે બોલાવ્યા વગર ઘરમાં આવી જાય તો અનેકવાર મામલો બગડી જાય છે અને મુસીબત તો ત્યારે ઊભી થાય જ્યારે તમે તે મહેમાનને ઓળખતા પણ ન હોવ. આવું જ કઈંક અભિનેત્રી સૌંદર્યા શર્મા સાથે થયું. જ્યારે તેને રૂમમાં અચાનક વાંદરો ઘૂસી આવ્યો. સૌંદર્યા ડરના કારણે બસ ખાલી બૂમો પાડી શકી. પરંતુ આમ છતાં વાંદરાને તો  કઈ જ ફરક ન પડ્યો અન આરામથી  તેણે નાશ્તો કર્યો ત્યારબાદ રમખાણ મચાવ્યું અને થાકીને પોતાની ઊંઘ પૂરી કર્યા બાદ જ ત્યાંથી ગયો. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌંદર્યાએ પોતે આ વીડિયો ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે કે ઠગ લાઈફ...આ સવાર સવારમાં મારા રૂમમાં ઘૂસી ગયો અને સવારનો નાશ્તો કર્યા વગર જવાની ના પાડી દીધી. પોતાનો નાશ્તો ખતમ કર્યા બાદ મારા બિસ્તર પર તેણે આરામ ફરમાવ્યો અને સૂઈ ગયો, જ્યારે હું તે સમયે બૂમો પાડી રહી હતી  અને રેકોર્ડિંગ કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહતો. 


અત્રે જણાવવાનું કે સૌંદર્યા હાલ ફિલ્મો ઉપરાંત બીજા અનેક પ્રોજેક્ટ્સમાં બિઝી છે. સૌંદર્યા છેલ્લા વર્ષ 2017માં આવેલી ફિલ્મ 'રાંચી ડાયરીઝ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર, હિમાંશ કોહલી, જિમી શેરગીલ, અને સતિષ કૌષક પણ હતાં.