આખરે લીક થઈ આ ઍક્ટ્રેસની હલ્દી સેરેમનીની તસવીરો, સોશિયલ મીડિયા પર મચાવી તબાહી
ટીવીની નાગિન મૌની રોયના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર લીક થઈ છે. આ તસવીરમાં મૌની પીળા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે.
નવી દિલ્હીઃ મૌની રોય (Mouni Roy) અને સૂરજ નામ્બિયાર 27 જાન્યુઆરીએ ગોવામાં લગ્ન કરશે. આ દરમિયાન અભિનેત્રીની હલ્દી સેરેમનીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં અભિનેત્રી પીળા રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે.
પીળા રંગના આઉટફિટ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં મૌની પીળા રંગની ચૂંદડી પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે મૌનીએ તેના ગળામાં સોનાની ભારે જ્વેલરી પહેરી છે. મૌની આ લુકમાં અત્યંત સુંદર લાગી રહી છે.
સૂરજ સાથે થઈ રોમેન્ટિક
આ સિવાય મૌનીની બીજી એક તસવીર સામે આવી છે જેમાં મૌની સૂરજને ગળે લાગી રહી છે. તસવીરમાં સૂરજે સફેદ શર્ટ પહેર્યો છે, જ્યારે મૌની પણ સફેદ આઉટફિટમાં જોવા મળી રહી છે. બંનેના ચહેરા પર હળદર લગાવેલી છે.
નજીકના સંબંધીઓ થયા સામેલ
તમે આ તસવીરમાં જોઈ શકો છો કે મૌની અને સૂરજની આસપાસ બહુ ઓછા લોકો જોવા મળે છે. તેનું કારણ એ છે કે અભિનેત્રી દ્વારા કોવિડના નિયમોનું પાલન કરીને લગ્ન માટે ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં માત્ર પરિવાર અને કેટલાક નજીકના સંબંધીઓ જ જોડાઈ રહ્યા છે.
બે રિવાજ પ્રમાણે કરશે લગ્ન
સમાચાર અનુસાર મૌની બંગાળી અને દક્ષિણ ભારતીય બંને રીત રિવાજોથી લગ્ન કરશે. મૌનીએ ટીવીથી લઈને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. મૌનીનું નામ સફળ અભિનેત્રીઓમાંનું એક છે.
કોણ છે સૂરજ નામ્બિયાર?
મૌની લાંબા સમયથી સૂરજને ડેટ કરી રહી છે. સમાચાર અનુસાર, સૂરજ દુબઈ સ્થિત બેંકર અને બિઝનેસ મેન છે.