એક્ટ્રેસ મૌસમી ચેટરજીની દીકરી પાયલનું નિધન, પરિવાર શોકમાં
એક્ટ્રેસ મૌસમી ચેટરજી (moushumi chatterjee)ની દીકરી પાયલ ડિક સિન્હાનું ગઈ કાલે રાત્રે 2 વાગ્યે નિધન (Death) થઈ ગયું છે. પાયલ બહુ લાંબા સમયથી બીમાર હતી અને 2017ના એપ્રિલથી સતત હોસ્પિટલના ચક્કર કાપી રહી હતી. પાયલ 2018થી કોમામાં હતી. તેનો પતિ ડિકી સિન્હા તેને હોસ્પિટલથી ઘરે લઈ આવ્યો હતો પણ મૌસમ અને તેના પતિ જયંત મુખરજીએ દીકરીની યોગ્ય રીતે સંભાળ ન કરવાનો આરોપ લગાવ્યો હતો.
મુંબઈ : એક્ટ્રેસ મૌસમી ચેટરજી (moushumi chatterjee)ની દીકરી પાયલ ડિક સિન્હાનું ગઈ કાલે રાત્રે 2 વાગ્યે નિધન (Death) થઈ ગયું છે. પાયલ બહુ લાંબા સમયથી બીમાર હતી અને 2017ના એપ્રિલથી સતત હોસ્પિટલના ચક્કર કાપી રહી હતી. પાયલ 2018થી કોમામાં હતી. તેનો પતિ ડિકી સિન્હા તેને હોસ્પિટલથી ઘરે લઈ આવ્યો હતો પણ મૌસમ અને તેના પતિ જયંત મુખરજીએ દીકરીની યોગ્ય રીતે સંભાળ ન કરવાનો આરોપ લગાવ્યો હતો.
Arijit Singh Raanjhanaa: અરિજીત સિંહનું નવું ગીત રાંજણા રિલીઝ થતાં જ હીટ, જુઓ વીડિયો
મૌસમી અને તેના પતિએ આરોપ મુક્યો હતો કે ડિકીએ પાયલની ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ બંધ કરાવી દીધી છે. દીકરીની તબિયત બગડવાને પહલે મૌસમી અને ડિકીએ બોમ્બે હાઇકોર્ટનો દરવાજો પણ ખટખટાવ્યો હતો. અભિનેત્રી અને તેના પતિ જયંતા મુખરજીએ હાઈ કોર્ટમાં પોતાના જમાઈ ડિકી સિંહા સામે તાકીદના નિર્દેશ માટે અરજી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે 44 વર્ષની પુત્રીની તબીબી હાલત ખરાબ હોવા છતાં પણ તેની સાથે મળવા દેવામાં નથી આવતા અને પુત્રીની સારસંભાળ માટે તેનો કબજો આપતો આદેશ આપવાની દાદ માગી હતી. તેમણે આરોપ મુક્યો હતો કે ડિકી તેમની દીકરી પાયલને મળવા નથી દેતો અને મેડિકલ રિપોર્ટ પણ જોવા નથી આપતો.
દબંગ 3નો ધાંસુ ક્લાઇમેક્સ VIDEO લિક, જોવા કરો ક્લિક
જયંત મુખરજી, પાયલ અને ડિકી ત્રણેય એક કંપનીમાં ડિરેક્ટર હતા. જોકે 2016માં તેમની વચ્ચે એક વિવાદ થયો હતો અને પછી સંબંધો બગડવા લાગ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Entertainmentના અન્ય સમાચાર માટે ક્લિક કરો આ લિંક...