કાસ્ટ: રણવીર સિંહ, દીપિકા પાદૂકોણ, પંકજ ત્રિપાઠી, નિશાંત દહિયા, આર બદ્રી, સાકિબ સલીમ, ચિરાગ પાટિલ, તાહિર રાજ ભસીન, હાર્ડી સંધૂ, જતિન સરના, દિનકર શર્મા, એમી વિર્ક, સાહિલ ખટ્ટર, આદિનાથ કોઠારે, ધૈર્ય કરવા, જીવા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિગ્દર્શક: કબીર ખાન


સ્ટાર રેટિંગ: 3.5


24 ડિસેમ્બરથી થિયેટરમાં જોઈ શકશો


નવી દિલ્હી: આજના સમયમાં કોઈ પણ મૂવીને સુપર ડુપર હીટ કરવા માટે એક જ ફેક્ટર કાફી છે અને તે છે રણવીર સિંહ  અને તેની સાથે જો ક્રિકેટને પણ જોડી દેવામાં આવે, દીપિકા પાદૂકોણ પણ હોય, 1983 વર્લ્ડ કપની યાદો તથા વર્લ્ડ કપ વિજેતા ટીમના ક્રિકેટર્સ પણ હોય તો તે મૂવીને બોક્સ ઓફિસ પર વિજય પતાકા ફેરવતા કોણ રોકી શકે. 


રડાવશે આ ફિલ્મ
જો તમે સાચે જ ક્રિકેટ લવર હશો તો તમે આ મૂવી જોઈને વારંવાર રડશો. તેનું કારણ છે એવા એવા ઈમોશનલ મોડ, જે તમારી આંખોમાં આંસૂ લાવશે. પરંતુ અનેક દ્રશ્યો એવા પણ હશે જેના પર તમે હસશો. કારણ કે તે તમારા વિજેતા હિરોઝના અંગત જીવન સાથે જોડાયેલા એ પળ હશે  જે તે સમયે તેમના જીવનમાં ઘટતા હતા. 


સારી રીતે રીક્રિએટ કરાયો સીન
ફિલ્મના જે સ્ટ્રોંગ પોઈન્ટ્સ છે તેમાંથી એક છે રિસર્ચ. એવું લાગે છે કે દરેક મેચને વારંવાર જોવામાં આવી છે. તે મેચોના વીડિયોઝમાંથી અનેક સીન્સ કાઢીને રિક્રેએટ કરાવવા ઉપરાંત કેટલીક જગ્યાએ અસલ સીન્સને પણ ગોઠવવામાં આવ્યા છે. કેટલાક ફોટાને પણ સીન તરીકે રિક્રિએટ કરાયા છે. જેમ કે રવિ શાસ્ત્રીની પાછળથી ઝાંકતા ટીમ મેનેજરના રોલમાં પંકજ ત્રિપાઠી, સમગ્ર સીન એક ફોટા દ્વારા કરાયો. એવું લાગે છે કે દરેક ખેલાડી સાથે અનેક રાઉન્ડની વાતચીત થઈ, પછી બીજા સાથે કન્ફર્મ કરાયું. ડાયરેક્ટર કબીર ખાનના માથે એક મોટો પડકાર હતો એ હતો કે સીન એવા રચવામાં આવે કે 11 પ્લેયર્સને પૂરેપૂરું મહત્વ મળે. કોઈ નારાજ પણ ન થાય અને દર્શકોને કઈંક અંદરના રસપ્રદ કિસ્સા પણ જાણવા મળે. કબીર  ખાને ખુબ ઉત્કૃષ્ટ રીતે આ કામ કરી બતાવ્યું. 


કમાલનું કાસ્ટિંગ
આ ફિલ્મમાં સૌથી મુશ્કેલ કામ કલાકારોની પસંદગીનું રહ્યું હશે. કપિલના પત્ની રોમી તરીકે દીપિકા, ફારુખ એન્જિનિયરના રોલમાં બોમન ઈરાની, મેનેજરના રોલમાં પંકજ ત્રિપાઠી, ગાવસ્કરના રોલમાં તાહિર ભસીન, શ્રીકાંતના રોલમાં તમિલ એક્ટર જીવા, મહેન્દ્ર અમરનાથની ભૂમિકામાં સાકિબ સલીમ, યશપાલના રોલમાં જતિન સરના, મદનલાલના રોલમાં હાર્ડી સંધૂ, બલવિંદર સંધૂના રોલમાં એમી વિર્ક ખુબ જ યોગ્ય પસંદગી લાગે છે. 


રણવીરની એક્ટિંગ કમાલ ધમાલ
સૌથી ખાસ વાત છે કપિલ રોમીની જોડી, ભલે દીપિકાના ભાગે ઓછા દ્રશ્યો છે પરંતુ 25 ટકા દર્શકો તો તેના  કારણે પણ આવશે. રણવીરે એકવાર ફરીથી સાબિત કરી બતાવ્યું છે કે તેનો કોઈ તોડ નથી, આ દાયકો તેનો જ છે. કપિલ દેવની ભૂમિકા હોય કે બાજીરાવની, કે પછી અલાઉદ્દીન ખિલજીની...રણવીર સિંહ જે પ્રકારે તેમાં ફીટ સાબિત થાય છે, તેવી એનર્જી કે ડેડીકેશન સાથે આ  કામ કરવું બીજા માટે શક્ય નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube