મુંબઈ : આજે રિલીઝ થયેલી ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડને રાજ કુમાર ગુપ્તાએ ડિરેક્ટ કરી છે જે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘રેડ’ જેવી સફળ ફિલ્મ આપી ચૂક્યા છે. આ સફળતા બાદ જ રાજકુમાર ગુપ્તાને ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’નો વિચાર આવ્યો. આ ફિલ્મ માટે અર્જુન કપૂર તેમની પહેલી પસંદ હતો. વર્ષ 2018માં મે મહિનામાં આ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. ફિલ્મનું શૂટિંગ ભારત સાથે નેપાળમાં પણ કરાયું છે. ફિલ્મને 24 મે 2019એ રિલીઝ કરવામાં આવશે.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ફિલ્મ : ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ

  • રેટિંગ : 3/5

  • કલાકારો : અર્જુન કપૂર, રાજેશ શર્મા

  • ડિરેક્શન : રાજકુમાર ગુપ્તા 

  • લેખક : રાજકુમાર ગુપ્તા 


શું છે વાર્તા ? :
આ ફિલ્મ ભારતના અજાણ જાંબાઝોને સમર્પિત છે. દાયકા પહેલાં ભારતમાં યાસિન ભટકલ નામના આતંકીએ બ્લાસ્ટ કરીને હાહાકાર મચાવી દીધો છે. આ આતંકીને પકડવાનું બીડું ઝડપ્યું છે પ્રશાંત કપૂર (અર્જુન કપૂર) અને તેની ટીમે. તેઓ ટેરરિસ્ટનો ગેટઅપ ધારણ  કરીને નેપાળમાં દાખલ થાય છે અને ભારતના ઓસામા બીન લાદેનને જીવતો પકડે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...