2018માં રિલીઝ થયેલી જોન અબ્રાહમની સત્યમેવ જયતેને સારી એવી સફળતા મળી હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર સારી એવી સફળતા મેળવી હતી. હવે જોનની નવી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર રિલીઝ થઈ છે. ફિલ્મ ગોલ્ડ મારફતે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી ચુકેલી મૌની રોલ આ ફિલ્મમાં પણ લીડ રોલમાં જોવા મળી રહી છે. આ મૌનીની બીજી ફિલ્મ છે અને એને રોબી ગ્રેવાલે ડિરેક્ટ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વાર્તા?
લાંબા સમયથી ફિલ્મી પડદા પર જોવા ન મળેલો જોન અબ્રાહમ લેટેસ્ટ ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર (રો)માં જોવા મળ્યો છે.  ફિલ્મમાં તે રોમિયો, અકબર અને વોલ્ટર જેવા ત્રણ બહુરુપના પાત્ર ભજવી રહ્યો છે. તે દુશ્મન દેશમાં જઈ પોતાના વતનની રક્ષા માટે જાનની બાજી લગાવી જાસૂસી કરે છે. ફિલ્મની વાર્તાની કામ કરીએ તો બેન્કમાં કામ કરતો રોમિયો ઈમાનદાર અને બહાદુર છે. તે બેન્કમાં તેની સાથે કામ કરનારી શ્રદ્ધા (મૌની રોય)ને પ્રેમ કરે છે અને પોતાની માતા સાથે રહે છે. જોકે બેન્કમાં થતી ચોરી તેનું જીવનમાં નવો વળાંક લાવે છે. બેન્કમાં થયેલી લૂંટનો તે જીવના જોખમે મુકાબલો કરે છે. ત્યાર પછી તેને જણાવાય છે કે તેને RAWના ચીફ શ્રીકાંત રાય (જેકી શ્રોફ)એ એક જાસૂસના રૂપમાં પસંદ કર્યો છે અને તેણે અકબર મલિક બનીને પાકિસ્તાનની સિક્રેટ માહિતી એકઠી કરવાની છે. આ પસંદગી પછી રોમિયોના જીવનમાં અનેક વળાંક આવે છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...