FILM REVIEW : કેવી છે શાહિદ કપૂરની `કબીર સિંહ` ? જાણવા કરો ક્લિક
આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી સિવાય સોહમ મજુમદાર, અર્જન બાજવા, સુરેશ ઓબેરોય, કામિની કૌશલ અને નિકિતા દત્તાનો મહત્વનો રોલ છે
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને કિયારા અડવાણી સ્ટારર કબીર સિંહ આજે એટલે કે 21 જૂને થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક છે. મૂળ તેલુગુ ફિલ્મ અને હિન્દી ફિલ્મને સંદીપ વાંગા રેડ્ડીએ ડિરેક્ટ કરી છે.
મૂવી રિવ્યૂ : કબીર સિંહ
રેટિંગ : 3.5/5
સ્ટાર કાસ્ટ : શાહિદ કપૂર, કિયારા અડવાણી, અર્જુન વાજબા, કામિની કૌશલ, સુરેશ ઓબેરોય
ડિરેક્ટર : સંદીપ રેડ્ડી વાંગા
શું છે ફિલ્મની વાર્તા?
કબીર સિંહ (શાહિદ કપૂર )નશાની હાલતમાં ઘરથી નીકળીને બરબાદ થવાની અણીએ પહોંચી ચૂકેલો એક એક્સપર્ટ સર્જન છે. કહાણી ફ્લેશબેકમાં જાય છે, જ્યાં ખબર પડે છે કે કબીર ગુસ્સા પર કાબૂ ન મેળવી શકનાર એક મેડિકલ સ્ટુડન્ટ છે. તે ટોપર હોવા સાથે ફૂટબોલ ચેમ્પિયન પણ છે. તે કોલેજ છોડવાનો જ હોય છે કે તેની જિંદગી હંમેશા માટે બદલાઈ જાય છે. તેને કોલેજ કેમ્પસમાં પ્રીતિ સિક્કા (કિયારા અડવાણી) જેવી 19 વર્ષની માસૂમ, સુંદર, સિમ્પલ છોકરી દેખાય છે. પહેલી નજરમાં પ્રેમમાં પડનારો કબીર આખી કોલેજને કહી દે છે કે પ્રીતિ તેની છે અને તેની તરફ આંખ ઉઠાવીને જોનારાની આંખો તે ફોડી નાખશે. હવે કબીર મેડિકલ કોલેજમાં પ્રીતિનો પડછાયો બની પોતે સર્જન બને છે અને પ્રીતિને ડોક્ટર બનવામાં તેની મદદ કરી. પરંતુ ત્યારે જ સ્થિતિ એવી બની જાય છે કે રૂઢિવાદી પરિવારના પ્રેશર અને કબીરના ગુસ્સાના કારણે પ્રીતિના લગ્ન બીજે ક્યાંય કરી દેવામાં આવે છે. આ બાદ કબીર સેલ્ફ ડિસ્ટ્રક્શનની તમામ હદો પાર કરતો જાય છે જે કોઈ સામાન્ય છોકરો ક્યારેય ન કરતો.