ધોનીની ફિલ્મ `Roar of the Lion` થઈ રિલીઝ, સલમાને ગણાવી `બ્લોકબસ્ટર`
ફિલ્મમાં ધોનીએ જણાવ્યું કે, કેમ ચેન્નઈ સુપરકિંગ્સે પોતાનું ત્રીજુ આઈપીએલ ટાઇટલ માત્ર પોતાના ફેન્સ માટે જીત્યું છે.
નવી દિલ્હીઃ ધોનીના ફેન્સ માટે સારા સમાચાર છે. તેની લાઇફ પર આધારિક વધુ એક ફિલ્મ नई Roar of the Lion 20 માર્ચે રિલીઝ થઈ ગઈ છે. આ એક ડોક્યૂમેન્ટ્રી સિરીઝ છે, જેને 20-20 મિનિટના 5 એપિસોડમાં હોટસ્ટાર પર જોઈ શકાશે. આ ફિલ્મની ખાસ વાત છે કે, આ પૂરી કહાની મહેન્દ્ર સિંહ ધઓનીએ ખુદ પોતાની જુબાનીથી સંભળાવી છે. કબીર ખાન દિગ્દર્શિત આ ફિલ્મની કહાની ધોનીના આઈપીએલ સફ પર આધારિત હશે, જેમાં 2013ના સ્પોટ ફિક્સિંગથી લઈને સીએસકે પર લાગેલા બે વર્ષના પ્રતિબંધ અને ફરી ટીમને ચેમ્પિયન બનાવવાની સ્ટોરી છે. ફિલ્મમાં ધોનીએ જણાવ્યું કે, કેમ ચેન્નઈ સુપરકિંગ્સે પોતાનું ત્રીજુ આઈપીએલ ટાઇટલ માત્ર પોતાના ફેન્સ માટે જીત્યું છે.
Roar of the Lionના રિલીઝ થયા બાદ બોલીવુડના સુલ્તાન સલમાન ખાને પણ જોઈ અને તેની ખૂબ પ્રશંસા કરી છે. સલમાને આ ફિલ્મને બ્લોક બસ્ટર ગણાવી છે. સુપરસ્ટારે ટ્વીટ પર લખ્યું, 'બ્લોકબસ્ટરથી ઓછી નથી. Roar of the Lion જરૂર જુઓ. શુભકામનાઓ ધોની.'
ધોનીએ ફિલ્મમાં CSKની સાથે પોતાના જોડાવને અરેન્જ મેરેજની જેમ ગણાવ્યો છે.
Roar of the Lionમાં ધોની સિવાય ચેન્નઈના બીજા સભ્ય સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, મોહિત શર્મા, મેથ્યૂ હેડન અને કોચ માઇક હસીની પણ મહત્વની ભૂમિકા છે.