નવી દિલ્હી: રાષ્ટ્રીય રમત દિવસ એટલે કે 29 ઓગસ્ટના રોજ જ્યારે ભારતીય ટી20 ટીમની જાહેરાત થઇ તો તેમાં એમએસ (MS Dhoni)નું નામ સામેલ નથી. તેમાં જ્યાં કેટલાક લોકો હેરાન થઇ રહ્યા છે. બધાએ પોત- પોતાના અનુસાર પ્રતિક્રિયા આપી હતી. પરંતુ એમએસ ધોનીનો તેના પર કોઇ જવાબ આવ્યો નહી. ભારતીય ટીમ દક્ષિણ આફ્રીકાની વિરૂદ્ધ 15 સપ્ટેમ્બરથી ટી20 સીરીઝ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે ધોની હાલમાં ક્રિકેટ ટીમની ચિંતાઓથી દૂર અમેરિકામાં વેકેશન મનાવી રહ્યા છે. તેમની સાથે સાથી ક્રિકેટર કેદાર જાદવ (Kedar Jadhav) પણ છે. આ બંને ખેલાડીઓએ ગુરૂવારે ગોલ્ફ રમ્યા હતા. કેદાર જાદવે ઇંસ્ટાગ્રામ પર કરેલી પોસ્ટ દ્વારા આ જાણકારી મળી હતી. 


કેદાર જાદવે પોસ્ટ કર્યું, 'તમને બધાને રાષ્ટ્રીય રમત દિવસની શુભેચ્છાઓ,' જાદવે જે ફોટો પોસ્ટ કર્યો છે તેમાં ધોની સાથે નજરે પડી રહ્યા છે.



કેદાર જાદવ ભારતની ટેસ્ટ ટીમમાં સામેલ નથી. આ કારણે તે ટીમની સાથે નથી. ભારતીય ટીમ હાલમાં વેસ્ટઇંડીઝમાં ટેસ્ટ સીરીઝ રમી રહ્યા છે. કેદાર જાદવ વનડે ટીમમાં સામેલ હતા. 


એમએસ ધોનીએ વેસ્ટઇંડીઝ પ્રવાસ પર ટી20 અને વનડે સીરીઝમાંથી નામ પરત લઇ લીધું છે. તેમણે આ દરમિયાન સેનાને પોતાની સેવાઓ આપી હતી. તેમણે દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ આગામી ટી20 સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.