મુંબઈ: ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના સહ સ્વામિત્વવાળી ફર્મ એક્સેલ એન્ટરટેઈનમેન્ટમાં કામ કરનારા અભિનેતા વિશ્વ ભાનુએ સોશિયલ મીડિયામાં ફરિયાદ કરતી એક પોસ્ટ લખી છે. તેણે જણાવ્યું કે તે મુસ્લિમ સોસાઈટીમાં રહે છે અને ત્યાં તેમને દિવાળી ઉજવવા દેતા નથી. ભાનુ મૂળ પટણાથી છે અને મુંબઈમાં રહે છે. ફેસબુક પોસ્ટમાં ભાનુએ દાવો કર્યો કે તેમના મુસ્લિમ પાડોશીઓએ તેમને અને તેમની પત્નીને દિવડા બુઝાવવા અને ગેટ આગળથી રંગોળી કાઢવાનું કહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વિશ્વા ભાનુએ શનિવારે લખ્યું કે હું મુંબઈ મલાડ માલવાનીમાં એક મુસ્લિમ સોસાઈટીમાં રહુ છું. ગત વર્ષની જેમ આ વખતે પણ અમારા પાડોશીઓએ અમને દિવા પ્રગટાવવાની અને રંગોળી બનાવવાને લઈને વિવાદ ખડો કર્યો. તેઓ અમને ઘરના દરવાજાની બહાર રંગોળી બનાવવા અને દિવા પ્રગટાવતા રોકી રહ્યાં છે. 


અભિનેતાએ વધુમાં કહ્યું કે તે લોકોએ લાઈટ તોડી નાખી અને ભીડે મને જબરદસ્તીથી લાઈટ હટાવવાનું કહ્યું. તેમની ફેસબુક પોસ્ટ અત્યાર સુધીમાં 792 વખત શેર થઈ ચૂકી છે. તેના પર 400થી વધુ કોમેન્ટ પણ આવી છે. ભાનુ અભિનેતા અક્ષયકુમારની ફિલ્મ સ્પેશિયલ 26, મર્દાની અને રઘુરેમોમાં કામ કરી ચૂક્યો છે. 


બોલિવૂડના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...