મુંબઈઃ પોર્નોગ્રાફી કેસમાં છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ બિઝનેસમેન રાજ કુન્દ્રાને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિ રાજ કુન્દ્રા પર પોર્ન ફિલ્મો બનાવવા અને તેને એક એપ્લિકેશન દ્વારા રિલીઝ કરવા જેવા ગંભીર આરોપ લાગ્યા હતા. રાજ કુન્દ્રાને 50 હજારના જાત મુચલકા પર જામીન આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશ્લીલ ફિલ્મ કેસના આરોપી બિઝનેસમેન રાજ કુન્દ્રાએ શનિવારે મુંબઈની કોર્ટમાં જામીન અરજી કરી હતી. કુન્દ્રાએ દાવો કર્યો હતો કે તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. કથિત વાંધાજનક ફિલ્મ બનાવવામાં તેની સીધી સંડોવણી સાબિત કરવા માટે કેસમાં દાખલ કરાયેલી પૂરક ચાર્જશીટમાં કોઈ પુરાવા નથી.


આ મામલે મુખ્ય ષડયંત્રકાર છે રાજ કુન્દ્રા
ફેબ્રુઆરી 2021માં ક્રાઈમ બ્રાન્ચે મુંબઈમાં સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ દ્વારા તેને પબ્લિશ કરવાનો કેસ દાખલ કર્યો હતો. જેની તપાસમાં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું. કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને કેટલીક એપ્સ પર દેખાડવાનો આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચની FIR મુંજબ રાજ કુન્દ્રા જ આ મામલે મુખ્ય ષડયંત્રકાર છે. પોલીસે ફેબ્રુઆરી મહિનામાં જ આ મામલે કેસ દાખલ કર્યો હતો અને ત્યાર બાદ હવે રાજ કુન્દ્રાની ધરપકડ કરાઈ છે. મોડી રાતે પોલીસે તેમનું મેડિકલ કરાવ્યું અને આજે કોર્ટમાં રજુ કરાઈ શકે છે. 


શર્લિન ચોપડાએ આપ્યું હતું રાજ કુન્દ્રાનું નામ
મુંબઈ પોલીસે આ વર્ષે ફેબ્રુઆરીમાં સોફ્ટ પોર્નોગ્રાફી સંબંધિત ફિલ્મો બનાવવા અને તેને અપલોડ  કરવાનો મામલો નોંધ્યો હતો. 26 માર્ચના રોજ મુંબઈ પોલીસે આ મામલે એક્તા કપૂરનું પણ સ્ટેટમેન્ટ લીધુ હતું. મહારાષ્ટ્ર સાઈબર સેલે શર્લિન ચોપડા અને પુનમ પાંડેનું સ્ટેટમેન્ટ પહેલા જ રેકોર્ડ કરી લીધુ છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ આ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં કેસ દાખલ થયો અને હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમની ધરપકડ  કરી છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ આઈટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ મામલો દાખલ થયો છે. પોલીસના જણાવ્યાંમુજબ રાજ કુન્દ્રા વિરુદ્ધ પાક્કા પુરાવા છે. FIR મુજબ આ મામલે રાજ કુન્દ્રાનું નામ પોલીસ સામે શર્લિન ચોપડાએ લીધુ હતું. 


એક પ્રોજેક્ટ માટે મળતા હતા 30 લાખ રૂપિયા
પોલીસના જણાવ્યાં મુજબ શર્લિન ચોપડાનું કહેવું છે કે તેમને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાવનારા રાજ કુન્દ્રા જ છે. દરેક પ્રોજેક્ટ માટે શર્લિન ચોપડાને 30 લાખ રૂપિયાનું પેમેન્ટ મળતું હતું. શર્લિન ચોપડાના જણવ્યાં મુજબ તેણે આ પ્રકારના 15થી 20 પ્રોજેક્ટ કર્યા છે. 


લંડનથી અપલોડ થતી હતી ફિલ્મો
હવે ફિલ્મોને અપલોડ ક્યાંથી અને કોણ કરતું હતું તેના ઉપર પણ પોલીસને નવી જાણકારી મળી છે. પોલીસના જણાવ્યાં મુજબ ફિલ્મો દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી અપલોડ થતી હતી અને તેને રાજ કુન્દ્રાનો કોઈ નીકટનો વ્યક્તિ જ અપલોડ કરતો હતો. પોલીસની અત્યાર સુધીની તપાસ મુજબ સોફ્ટ પોર્નોગ્રાફી સંબંધિત ફિલ્મોને લંડનથી અપલોડ  કરાતી હતી અને આ કામને ઉમેશ કામથ નામનો વ્યક્તિ અંજામ આપતો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube