Video: નિયમ બદલાતા થયો ફાયદો! પુત્ર આર્યન ખાનને મળવા માટે શાહરૂખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યા
આર્યન ખાન છેલ્લા 18 દિવસથી કસ્ટડીમાં છે. સતત જામીન અરજી થઈ રહી છે પરંતુ હજું જેલમાંથી બહાર આવવામાં સફળતા મળી નથી. ગઈ કાલે જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ હવે આજે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી છે.
મુંબઈ: આર્યન ખાન છેલ્લા 18 દિવસથી કસ્ટડીમાં છે. સતત જામીન અરજી થઈ રહી છે પરંતુ હજું જેલમાંથી બહાર આવવામાં સફળતા મળી નથી. ગઈ કાલે જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ હવે આજે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી છે. આ બધા વચ્ચે પહેલીવાર આર્યન ખાનના પિતા શાહરૂખ ખાન તેને મળવા માટે જેલમાં પહોંચ્યા.
વાત જાણે એમ છે કે કોરોના પ્રતિબંધોમાંઢીલ અપાતા આજથી એટલે કે 21 ઓક્ટોબરથી હવે કેદી/અંડર ટ્રાયલ કેદીઓને તેમના સંબંધીઓને મળવાની મંજૂરી અપાઈ છે. આ ફેરફાર બાદ હવે આજધી વધુમાં વધુ બે સંબંધીઓ કે વકીલ કેદીઓને મળી શકશે. આવામાં પોતાના પુત્રને ન મળી શકનારા શાહરૂખ ખાન આજે સવાર સવારમાં જેલમાં પહોંચી ગયા.
આર્થર રોડ જેલ બહાર લાગી છે નોટિસ
કોવિડ નિયમોમાં ફેરફારને લઈને આર્થર રોડ જેલની બહાર એક નોટિસ લાગી છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આજથી જેલમાં પૂર્વ મંજૂરી અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કેદીઓને મળી શકાશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube