Drugs Case: 20 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેશે આર્યન ખાન, કોર્ટે જામીન પર ચુકાદો સુરક્ષિત રાખ્યો
Drugs Case: ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે.
મુંબઈઃ Drugs Case: ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે. આજે સેશન્સ કોર્ટે જામીન અરજી પર લાંબી સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખી લીધો છે. એનસીબીએ આર્યન ખાન સહિત અન્ય આરોપીઓને બે ઓક્ટોબરે કસ્ટડીમાં લીધા હતા અને પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. આ સમયે આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે.
સુનાવણી દરમિયાન એનસીબીનો પક્ષ રાખી રહેલા એડિશનલ સોલિસીટર જનરલ અનિલ સિંહે કહ્યુ કે શરૂઆતી તપાસમાં આરોપીની આંતરરાષ્ટ્રીય લિંક સામે આવી છે. બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. તેને અલગ-અલગ કરી ન જોઈ શકીએ. અમારી પાસે વોટ્સએપ ચેટ્સ છે અને અન્ય પૂરાવા છે.
200 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગમાં ફસાઈ બોલીવુડની સૌથી હોટ હીરોઈન! સલમાનની ગર્લફ્રેન્ડ પણ આવી ઝપેટમાં
કોર્ટે અરબાઝ મર્ચન્ટ, મનુમુન ધામેચા, નૂપુર સતીજા, અક્ષિત કુમાર, મોહક જાયસવાલ, શ્રેયસ અય્યર અને અવિન સાહૂની જામીન અરજી પર પણ સુનાવણી કરી છે. બે ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી આ કેસમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube