નવી દિલ્હી: ટીવીની લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાજીનું પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર ખુબ નારાજગી વ્યક્ત કરી છે. વાત જાણે એમ છે કે આ નારાજગી લોકો તેને જે રીતે ટ્રોલ કરી રહ્યા છે તેના પર છે. હાલમાં જ કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો હતો કે મુનમુન દત્તા તારક મહેતા સિરિયલમાં ટપુની ભૂમિકા ભજવતા રાજ અનડકટ સાથે કથિત રીતે પ્રેમમાં છે. ત્યારબાદ લોકોએ મુનમુન દત્તાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભડકી ગયેલી મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે 'તમામ સામાન્ય લોકો માટે...મને તમારી પાસેથી વધુ સારાની અપેક્ષા હતી પરંતુ તમે લોકોએ કમેન્ટ સેક્શનમાં જે ગંદકી ફેલાવી છે, કથિત ભણેલા લોકોએ પણ, તેનાથી ખબર પડે છે કે કેટલી પછાત સોચનો સમાજ છીએ આપણે. માત્ર મારી મજા માટે મહિલાઓને સતત તેમની ઉંમર અને સંબંધોને લઈને નીચી દેખાડવામાં આવે છે. પછી ભલે તમારા મજાના ચક્કરમાં કોઈ વ્યક્તિ મેન્ટલ બ્રેકડાઉનની સ્થિતિમાં જ કેમ ન પહોંચી જાય.'


મુનમુમ દત્તા આટલે જ ન અટકી. તેણે વધુમાં લખ્યું કે '13 વર્ષ સુધી મનોરંજન કર્યું છે પરંતુ કોઈની ઈજ્જતના ચિથરા ઉડાવતા તમને 13 મિનિટ પણ ન લાગી. આથી જો આગામી વખતે કોઈ ડિપ્રેશનમાં જતું રહે કે આત્મહત્યા કરી લે, તે પહેલા થોભો અને વિચારો કે શું તમારા શબ્દો કોઈ વ્યક્તિને આવું પગલું ભરવા માટે મજબૂર તો નથી કરતું. આજે મને મારી જાતને ભારતની દીકરી કહેવા પર શરમ આવી રહી છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube