મુંબઈ: બોલીવુડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના અનેક કલાકાર એવા છે જે એક્ટિંગની સાથે સાથે બિઝનેસમાં પણ સારી એવી કમાણી કરી રહ્યા છે. હવે આ યાદીમાં એક નવું નામ જોડાઈ ગયું છે. અને તે બીજું કોઈ નહીં પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરતી બબિતા એટલે મુનમુન દત્તા છે. તેણે પોતાની યુ-ટ્યૂબ ચેનલ પર ફેન્સને મોટા અને સારા સમાચાર આપ્યા છે. જેને જાણ્યા પછી અભિનેત્રીના ફેન્સ ઘણા ખુશ થવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિઝનેસ સંભાળશે મુનમુન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતીજીનો રોલ કરનારી મુનમુન દત્તાની એક્ટિંગથી આપણે વાકેફ છીએ. પરંતુ હવે મુનમુને પોતાની કારકિર્દીમાં એક મોટો નિર્ણય કર્યો છે. મુનમુન હવે માત્ર એક અભિનેત્રી અને બ્લોગર રહી નથી. તે હવે બિઝનેસ વુમન પણ બની ગઈ છે. યુ-ટ્યૂબ ચેનલ પર મુનમુને બધાને ગુડ ન્યૂઝ શેર કરતાં જણાવ્યું કે તે ફૂડ બિઝનેસમાં એન્ટ્રી લઈ ચૂકી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube