`બબીતા જી` મુનમુન દત્તા પર લટકી ધરપકડની તલવાર, બિનજામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ
તાજા જાણકારી પ્રમાણે મુનમુન દત્તા વિરુદ્ધ નેશનલ એલાયન્સ ફોર શેડ્યૂલ ક્લાસ હ્યૂમન રાઇટ્સના સંયોજક રજત કલસને ફરિયાદ આપી હતી. તેને આધાર બનાવીને થાના શહેર હાંસીની પોલીસે એફઆઈઆર દાખલ કરી લીધી છે.
નવી દિલ્હીઃ સીવી સીરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ મુનમુન દત્તા (Munmun Dutta) ને જાતિસૂચક શબ્દનો ઉપયોગ ખુબ મોંઘો પડી શકે છે. અભિનેત્રી પર હવે ધરપકડની તલવાર લટકી રહી છે. મુનમુન વિરુદ્ધ હરિયાણામાં બિનજામીન પત્ર કલમ (Non Bailable Sections) માં SC/ST એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુનમુન વિરુદ્ધ દેશના અલગ-અલગ ભાગમાં ફરિયાદ નોંધાઈ રહી છે. જાલંધરમાં દલિત સંગઠનોએ તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે અને કાર્યવાહી ન કરવા પર વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી છે.
આ બિનજામીન પત્ર કલમ હેઠળ કેસ દાખલ
તાજા જાણકારી પ્રમાણે મુનમુન દત્તા વિરુદ્ધ નેશનલ એલાયન્સ ફોર શેડ્યૂલ ક્લાસ હ્યૂમન રાઇટ્સના સંયોજક રજત કલસને ફરિયાદ આપી હતી. તેને આધાર બનાવીને થાના શહેર હાંસીની પોલીસે એફઆઈઆર દાખલ કરી લીધી છે. અભિનેત્રી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 153A, 295A અને અનુસૂચિત જાતિ તથા જનજાતિ અત્યાચાર અધિનિયમ કલમ 3(1)(R), 3(1)(S) और 3(1)(U) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ બધી કલમ બિનજામીન પાત્ર છે.
Israel-Palestine સંઘર્ષ પર કંગના રનૌત અને ઇરફાન પઠાણ વચ્ચે 'જંગ', અભિનેત્રીએ અપાવી બંગાળ હિંસાની યાદ
જો ધરપકડ થઈ તો નહીં મળે જામીન
તેનો મતલબ તે થયો કે હવે પોલીસ કાર્યવાહી કરતા મુનમુન દત્તાની ધરપકડ કરે છે તો આ કલમમાં જામીન મળશે નહીં. એટલું જ નહીં આ કલમમાં આગોતરા જામીનની જોગવાઈ પણ નથી. આ મામલો મુનમુન દત્તાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા તે વીડિયોથી શરૂ થયો, જેમાં તેણે એક જાતિ સૂચક શબ્દનો વિવાદાસ્પદ રીતે ઉપયોગ કર્યો હતો.
અનુસૂચિત જાતિના અપમાનનો આરોપ
પોલીસની પાસે જે ફરિયાદ આપવામાં આવી, તેમાં કહેવામાં આવ્યું કે, મુનમુન દત્તાનો વીડિયો વલ્ગર સોસાયટી નામની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો, તેમાં તે કહે છે, યૂટ્યૂબ પર આવવુ છે અને તે માટે સારી દેખાવા ઈચ્છુ છું. તે (વિવાદાસ્પદ જાતિ સૂચક શબ્દ) જેવી દેખાવા ઈચ્છતી નથી. આરોપ છે કે આ રીતે મુનમુન દત્તાએ અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ એક અપમાનજનક ટિપ્પણી કરી છે.
મહત્વનું છે કે આ શબ્દ બાદ વિવાદ વધતા મુનમુન દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર માફી માંગી છે. મુનમુને આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કર્યો, ત્યારબાદ તેને ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. તેણે ત્યામ લોકોની માફી પણ માંગી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube