તારક મહેતા ફેમ બબીતાજીના લટકા-ઝટકા જોઈ લોકોની વધી હાર્ટબીટ, ન્યુ લુકથી ફેન્સને કર્યા ઇમ્પ્રેસ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટ્રેસ મુનમુન દત્તા તેના અલગ-અલગ લુકથી ફેન્સની ધડકન વધારી રહી છે. હવે તેણીએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તાના હુસ્નના લાખો દિવાના છે. તે શોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લોકોના દિલ જીતી ચુકી છે. પરંતુ રિયલ લાઈફમાં તે ફેન્સને ઇમ્પ્રેસ કરવા માટે કોઈ તક છોડતી નથી. તે સોશિયલ મીડિયા પર પોતાનો જલવો વિખેરતી રહે છે. હવે તેણીએ પોતાની લેટેસ્ટ તસવીરો શરે કરી છે. જેમાં તેણીએ કાતિલ અદાઓથી ફેન્સને ઘાયલ કર્યા છે.
દરેક ડ્રેમાં ગજબની દેખાય છે મુનમુન
મુનમુન દત્તા ઘણી વખત તેના અલગ-અલગ લુકથી ફેન્સની ધડકન વધારે છે. તેની એક ઝલક જોવા માટે ફેન્સ તરસી રહ્યા છે. હવે મુનમુને તેની નવી તસવીરો શેર કરી છે. જેમાં તેનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે. તેણે કેમેરા સામે એવા એવા પોઝ આપ્યા છે, જેના પર ફેન્સ નજર ટીકાઈને બેઠા છે.
કિલર ડાન્સથી મચાવ્યો તહેલકો
જણાવી દઈએ કે, મુનમુન દત્તા તેના ડાન્સ વીડિયો પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા તેણે તબાહી સોન્ગ પર જોરદાર ડાન્સ કર્યો હતો. જેનો એક વીડિયો તેણે પોસ્ટ કરી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી. તેણે ગીત પર એક્ટ્રેસ તમન્ના ભાટીયાના ડાન્સ સ્ટેપની કોપી કરી હતી. તેના લટકા-ઝટકા જોઈ ફેન્સના હોશ ઉડી ગયા હતા. તમને જણાવી દઈએ કે, ઇન્સ્ટાગ્રામ પર મુનમુન દત્તાની મોટી ફેન ફોલોવિંગ છે. તેના 7 મિલિનય ફોલોઅર્સ છે. જે તની તસવીરો અને વીડિયોને ખુબ જ પસંદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube