લગ્નના પ્રશ્નને લઇને ઘેરાયેલા વરૂણ ધવનનો ખુલાસો, `મારો પ્રથમ પ્રેમ નતાશા નહી, બીજું કંઇક છે`
વરૂણ ધવનને લગ્ન વિશે પૂછતાં કહ્યું કે `હું આ વિશે અત્યારે કંઇ ન કહી શકું. જોકે હું લગ્ન કરીશ. ક્યારે કરીશ એ કહી ન શકું. વરૂણ ધવન આજકાલ પોતાની આગામી ફિલ્મ `સૂઇ ધાગા`ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર વરૂણ ધવન પોતાના અંગ્ત જીવન વિશે ખૂબ ઓછું બોલે છે. પરંતુ તાજેતરમાં જ તેમણે પોતાના બાળપણની મિત્ર નતાશા દલાલ અને પોતાના સંબંધો વિશે ચર્ચા કરી. તાજેતરમાં જ એક મેગેજીનને આપેલા ઇન્ટરવ્યુંમાં તેમણે કહ્યું કે 'મારો પહેલો પ્રેમ ફિલ્મો છે. અને બધા મારા આ પ્રેમ વિશે જાણે છે. ફિલ્મો બાદ નતાશા, મારો પરિવાર તથા મારા મિત્રો મારી જીંદગીમાં ખૂબ મહત્વપૂર્ણ છે. હું મારા સંબંધોને સારી રીતે નિભાવવાનો પ્રય્ત્ન કરું છું.
નતાશા માટે કેટલીક ફિલ્મોમાં કામ
વરૂણ ધવને આ ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે નતાશાએ તેમને એવા પ્રોજેક્ટોમાં કામ કરવા માટે પ્રભાવિત કર્યા જે કંઇક અલગ હોય. મેં 'બદલાપુર' અને 'ઓક્ટોબર' જેવી ફિલ્મોમાં નતાશા અને મારા કેટલાક મિત્રોના કહેવા પર કામ કર્યું. હું અલગ પ્રકારની ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરું છું. વરૂણે પોતાના ઇન્ટરવ્યુંમાં કહ્યું કે 'નતાશા અને મારા સંબંધોમાં ખાસ વાત એ છે કે નતાશા મારી સાથે એટલા માટે નથી કે હું એક એક્ટર છું. નતાશા જેવા વ્યક્તિનું જીવનમાં હોવું સારો અનુભવ છે. અમે એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખીએ છીએ. અમે એક પરિવારની માફક છીએ.
28 સપ્ટેમ્બરના રોજ રિલીજ થશે સુઇ ધાગા
વરૂણ ધવનને લગ્ન વિશે પૂછતાં કહ્યું કે 'હું આ વિશે અત્યારે કંઇ ન કહી શકું. જોકે હું લગ્ન કરીશ. ક્યારે કરીશ એ કહી ન શકું. વરૂણ ધવન આજકાલ પોતાની આગામી ફિલ્મ 'સૂઇ ધાગા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં આ બંને કલાકાર પહેલીવાર એકસાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 'મેક ઇન ઇન્ડીયા'ની થીમ પર બની છે. આ ફિલ્મનું નિર્દેશન શરદ કટારિયાએ કર્યું છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરના રોજ રિલીજ થશે.