નવી દિલ્હીઃ નાગિન 4 જેવા ટીવી શોમાં પોતાના શાનદાર અભિયન દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી ચુકેલી અભિનેત્રી સાયંતની ઘોષ (sayantani ghosh) એ સોશિયલ મીડિયા પર એક ખરાબ સવાલનો સામનો કરવો પડ્યો. તેણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર ફેન્સ સાથે વાત કરવા માટે એક ચેટ સેશન ચલાવ્યું હતું. જે હેઠળ તે ફેન્સના સવાલોના જવાબ આપી પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી રહી હતી. આ દરમિયાન એક યૂઝરે તેના  ઇનરવેરની સાઇઝ પૂછી લીધી. તેના પર સાયંતની ઘોષે યૂઝરને તેની ભાષામાં જવાબ આપ્યો છે. સાયંતનીએ આ ઘટના પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયંતની ઘોષે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં આ યૂઝરના ગંદા સવાલ પર જવાબ આપ્યો તે શેર કર્યો છે. જેમાં અભિનેત્રીએ આ વ્યક્તિને કહ્યું- પહેલા મને તારા IQ ની સાઇઝ કે લેવલ જણાવ. મને લાગે છે કે તે પણ ઝીરો હશે. ત્યારબાદ તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર તેને લઈને એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે આ ઘટનાને કારણે માનસિક સ્થિતિ પર પડનાર ખરાબ અસર વિશે વાત કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube