નવી દિલ્હીઃ Transgender International Beauty Queen: સફળતા સુધી પહોંચવાની સફર ક્યારેય સરળ રહેતી નથી અને મહેનત વગરની સફળતા લગભગ કોઈ કામની નથી હોતી. આજે સંઘર્ષ અને સફળતાની એક એવી કહાની વિશે જાણીશું જ્યારે 10 વર્ષની ઉંમરમાં ગેંગરેપનો શિકાર થઈ અને રસ્તા પર ભીંક માંગીને જીવન પસાર કરનાર યુવતીએ આજે દુનિયામાં પોતાની ઓળખ બનાવી. આ યુવતી આગળ ચાલીને ભારતની પહેલી ટ્રાન્સઝેન્ડર ઈન્ટરનેશનલ બ્યૂટી ક્વીન બની. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી ટ્રાન્સઝેન્ડર ઈન્ટરનેશનલ બ્યૂટી ક્વીન
હકીકતમાં વાત થઈ રહી છે ઇમ્પ્રેસ અર્થ 2021-22 નો ખિતાબ જીતનારી ભારતની પહેલી ટ્રાન્સઝેન્ડર ઈન્ટરનેશનલ બ્યૂટી ક્વીન નાઝ જોશીની. નાઝ જોશીની કહાની હાલમાં સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ તો લોકોએ તેના વિશે સર્ચ કરવાનું શરૂ કરી દીધું. હકીકતમાં નાઝ જોશીની કહાની દરેક લોકોને પ્રેરિસ તકી શકે છે અને તેણે પોતાના જીવનમાં સંઘર્ષ ઉઠાવ્યો.


આ પણ વાંચોઃ હોટનેસ જોઈને ઘણાને વળી ગયો પરસેવો, આ બોલ્ડ લુકે લોકોને ઉંહકારા ભરવા કર્યા મજબૂર


પરિવારજનોએ કાઢી મુકી, ગેંગરેપ થયો
મીડિયા રિપોર્ટ પ્રમાણે નાઝ જોશીનો જન્મ દિલ્હીમાં થયો હતો. નાઝ શરીરથી યુવક હતો પરંતુ તેના હાવભાવ અને રહેણીકરણી યુવતીઓ જેવી હતી. પરિવારજનોને જ્યારે ખબર પડી કે નાઝ ટ્રાન્સઝેન્ડર છે તો તેના મામાને સોંપી દીધી. અહીંથી નાઝનો સંઘર્ષ શરૂ થયો. 10 વર્ષની ઉંમરમાં ખુદ નાઝના મામાએ પોતાના મિત્રોની સાથે મળીને તેનો ગેંગરેપ કર્યો હતો. 


ભીખ માંગી, મસાજ પાર્લરમાં કામ કર્યું
ત્યારબાદ નાઝ હોસ્પિટલ પહોંચી તો ત્યાં કિન્નર સમાજના એક વ્યક્તિએ તેની મદદ કરી અને તે પોતાની સાથે લઈ ગયો. ત્યારબાદ નાઝે ઘણી જગ્યાએ નોકરી કરી, રસ્તા પર ભીખ માંગી હતી. તેણે બાર અને મસાજ પાર્લરમાં કામ કર્યું.  પરંતુ આ સાથે તેણે પોતાના અભ્યાસ પણ ચાલું રાખ્યો હતો. ત્યારબાદ તેણે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી લીધો. 


આ પણ વાંચોઃ કેમેરાને જોતાં જ બદલી નાખે છે ચાલ, સ્પોર્ટસ બ્રામાં દેખાડે છે ઉઘાડું શરીર


ઓપરેશન દ્વારા લિંગ બદલ્યું
આખરે, નાઝે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજીમાંથી સ્નાતક થયા અને 2013માં સેક્સ ચેન્જ ઑપરેશન કરાવ્યું અને પછી તેણે તેની મૉડલિંગ કરિયર શરૂ કર્યું. પછી તે એક ફોટોગ્રાફરને મળી અને તે ટ્રાન્સજેન્ડર સેક્સ વર્કરનો ફોટો શૂટ કરવા માંગતો હતો. નાઝ તેના માટે પરફેક્ટ હતી. નાઝે દિલ્હીના રસ્તાઓ પર છોકરીઓની જેમ પોશાક પહેરીને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ પછી તે એક મેગેઝીનના કવર પર છવાઈ ગઈ હતી.


8 સૌંદર્ય સ્પર્ધાઓનો તાજ જીત્યો
આ પછી નાઝ માટે પાછું વળીને જોયું નથી. નાઝ જોશી ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર બ્યુટી ક્વીન બની. નાઝે સતત 3 વખત મિસ વર્લ્ડ ડાયવર્સિટી બ્યુટી પેજન્ટનો ખિતાબ જીત્યો હતો. એટલું જ નહીં, નાઝ 8 સૌંદર્ય સ્પર્ધાઓનો તાજ જીતી ચૂકી છે. તે ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર આંતરરાષ્ટ્રીય બ્યુટી ક્વીન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube