રજનીકાંત, ચિરંજીવી કે પ્રભાસ નહીં 3 હજાર કરોડનો માલિક છે સાઉથનો આ સુપરસ્ટાર
Richest South Actor: રિપોર્ટ્સ અનુસાર, સાઉથના સૌથી ધનિક સુપરસ્ટારની નેટવર્થ 3000 કરોડથી વધુ છે. સાઉથના સૌથી અમીર સુપરસ્ટાર્સની યાદીમાં નાગાર્જુન અક્કીનેનીનું નામ સૌથી ઉપર છે.
Nagarjuna Akkineni Net Worth: સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર્સનો ફેન્સ વચ્ચે એક અલગ જ દરજ્જો જોવા મળે છે. લોકો રજનીકાંત, ચિરંજીવી અને મોહનલાલ સહિત ઘણા સફળ સ્ટાર્સની પૂજા પણ કરે છે. આ પોપ્યુલારિટી સ્ટાર્સને તેમની ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને અન્ય વ્યવસાયોમાંથી ભારે કમાણી કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે સાઉથ ઈન્ડસ્ટ્રીના મેગા સ્ટાર્સમાં કયો એક્ટર સૌથી અમીર છે અને 3 હજાર કરોડની નેટવર્થનો માલિક છે. આ સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેની છે. હા… નાગાર્જુન અક્કીનેની 3 હજાર કરોડથી વધુની નેટવર્થ સાથે સાઉથ ઈન્ડસ્ટ્રીના સૌથી ધનિક એક્ટર છે.
સાઉથના સૌથી અમીર અભિનેતાની કુલ સંપત્તિ 3 હજાર કરોડ!
નાગાર્જુન અક્કીનેની જે નાગાર્જુન તરીકે ઓળખાય છે. 30 વર્ષથી તેલુગુ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહેલા નાગાર્જુન અક્કીનેનીએ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ સ્કિલ્સ બતાવી છે. રિપોર્ટ્સ અનુસાર નાગાર્જુનની કુલ સંપત્તિ 3 હજાર કરોડથી વધુ છે. કહેવાય છે કે ફિલ્મો સિવાય નાગાર્જુન અન્ય બિઝનેસમાંથી પણ કમાણી કરે છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં નાગાર્જુનની કુલ સંપત્તિ 3010 કરોડ રૂપિયા હતી.
એક ફિલ્મ માટે નાગાર્જુન લે છે કરોડો રૂપિયા!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 63 વર્ષીય મેગાસ્ટાર નાગાર્જુન એક ફિલ્મ માટે 9 થી 20 કરોડ રૂપિયા લે છે. આ સિવાય અભિનેતા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 2 કરોડ રૂપિયા લે છે. અહેવાલો અનુસાર, અભિનેતાએ ઘણા વ્યવસાયોમાં રોકાણ કર્યું છે. એક સમયે નાગાર્જુન 'મા ટીવી'નો માલિક હતો. નાગાર્જુન અન્નપૂર્ણા સ્ટુડિયોમાં પણ ભાગીદાર છે, જે તેના પિતા નાગેશ્વર રાવ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ સાથે, અભિનેતા હૈદરાબાદમાં એક કન્વેન્શન સેન્ટરનો માલિક છે અને એક મીડિયા સ્કૂલ પણ ચલાવે છે.
સાઉથના ધનિક કલાકારોની યાદીમાં કોણ કોણ છે?
દક્ષિણ ભારતના સૌથી અમીર કલાકારોની યાદીમાં નાગાર્જુનનું નામ ટોચ પર છે. ત્યારબાદ 2200 કરોડની નેટવર્થ સાથે વેંકટેશ બીજા નંબર પર છે, ચિરંજીવી 1650 કરોડની નેટવર્થ સાથે ત્રીજા નંબર પર છે. ત્યારબાદ ચિરંજીવીનો પુત્ર રામ ચરણ 1370 કરોડની સંપત્તિ સાથે ચોથા નંબર પર છે. 450 કરોડની નેટવર્થ સાથે પાંચમા ક્રમે જુનિયર એનટીઆર, 350ની નેટવર્થ સાથે તલપતિ વિજય (445 કરોડ), રજનીકાંત (430 કરોડ), કમલ હાસન (388 કરોડ), મોહનલાલ (376 કરોડ) અને છઠ્ઠા નંબર પર અલ્લુ અર્જુન છે.
આ પણ વાંચો:
દ્વારકામાં ધર્મયુદ્ધ છેડાયું : છઠ્ઠી ધજાના નિર્ણય પર બગડ્યા અબોટી બ્રાહ્મણો
ઓગસ્ટમાં બનશે ચતુર્ગ્રહી યોગ, 4 મોટા ગ્રહ આ 3 રાશિવાળાને કરાવશે છપ્પરફાડ ધનલાભ
સાચવજો..ગુજરાતમાં વધી રહ્યો છે આંખનો રોગ,સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ઉભરાઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube