નવી દિલ્હી: ગત અઠવાડિયે જોધપુર કોર્ટે સલમાન ખાનને કાળિયારના શિકાર મામલે 5 વર્ષની જેલની સજા સંભળાવી હતી. જજ દેવકુમાર ખત્રીએ 5 એપ્રિલના રોજ સમલાનને 5 વર્ષની જેલની સજા અને 10000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ત્યારબાદ જો કે 2 જ દિવસમાં સલમાનનો જામીન પર છૂટકારો પણ થઈ ગયો હતો. પરંતુ સલમાને જોધપુરની સેન્ટ્રલ જેલમાં કેદી નંબર 106 બનીને 2 રાત પસાર કરવી પડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂચિમાં છેલ્લા નંબર પર આવ્યું સલમાનનું નામ
વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોની વેબસાઈટ પર હવે અપરાધીઓની યાદીમાં સલમાન ખાનનું પણ નામ જોડાઈ ગયું છે. અત્રે જણાવવાનું કે આ સૂચિમાં કુલ 39 અપરાધીઓના નામ નોંધાયેલા છે. જેમાં સલમાનનું નામ ફોટા સાથે સૂચિમાં છેલ્લા નંબરે છે. સૂચિમાં સલમાન ખાન સાથે તે તમામ અપરાધીઓના નામ પણ સામેલ છે, જેમને વન્ય જીવો સંલગ્ન અપરાધ કર્યા છે.



(તસવીર-સાભાર wccb.gov.in)


રેસ-3ના શુટિંગમાં વ્યસ્ત છે સલમાન ખાન
નોંધનીય છે કે સલમાન ખાનને 50000 રૂપિયાની જામીન રકમ અને 25-25 હજારના પર્સનલ બોન્ડ પર જામીન મળ્યા હતાં. સલમાન ખાનને સશર્ત જામીન આપતા કોર્ટે કહ્યું હતું કે તેઓ મંજૂરી વગર દેશ બહાર જઈ શકશે નહીં. આ સાથે જ 7 મે 2018ના રોજ કોર્ટમાં વ્યક્તિગત રીતે સલમાનને હાજર થવાના આદેશ અપાયા છે. હાલ સલમાન મુંબઈમાં છે અને આવનારી ફિલ્મ રેસ-3ના શુટિંગમાં વ્યસ્ત છે.


હવે વિદેશમાં રેસ-3નું શુટિંગ થશે નહી
અત્રે જણાવવાનું કે સલમાન જામીન પર છૂટી જતા રેસ-3ના ડાઈરેક્ટર રેમો ડિસૂઝા અને પ્રોડ્યુસર રમેશ તૌરાની ખુબ ખુશ થઈ ગયા હતાં પરંતુ કોર્ટ કેસના કારણે હવે રેસ-3ના બાકી શુટિંગને વિદેશની જગ્યાએ દેશમાં જ પૂરું કરાશે. કારણ કે સલમાન ખાનને મળેલા જામીનમાં શરત છે કે તેઓ કોર્ટની પરવાનગી વગર દેશ બહાર જઈ શકે નહીં. આવામાં બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ કાયદાકીય પ્રક્રિયામાં જઈને મંજૂરી લેવાના કામથી બચવા માટે પ્રોડ્યુસર-ડાઈરેક્ટરની જોડીએ બાકીનું શુટિંગ દેશમાં જ અટોપવાનું નક્કી કર્યુ છે.