નવી દિલ્હી: બોલીવુડના જાણિતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને આજે 28 દિવસ થઇ ગયા છે. પરંતુ ભલે ચાહકોને વિશ્વાસ થઇ રહ્યો નથી કે તે હવે આપણા વચ્ચે નથી. સુશાંતના અચાનક નિધનથી તેમના પરિવારથી માંડીને તેમના ફેન્સ અત્યાર સુધી સદમામાં છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સતત સુશાંતને લઇને પોસ્ટ પણ કરી રહ્યા છે. સુશાંતના નિધન બાદ તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર તેમના ફોટા અને વીડિયો સતત શેર કરી રહ્યા છે તેમને હજુ પણ યાદ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે બિહારના પૂર્ણિયામાં એક રોડનું નામ સુશાંત સિંહના નામે રાખવામાં આવ્યું છે. આ વીડિયોને જોઇ ફરી એકવાર તેમના ફેન્સ ભાવુક થયા છે અને ટ્વિટર તેમને ફરી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે સુશાંત મૂળ પૂર્ણિયાના મલડીહા ગામના રહેવાસી હતા. અમારી સહયોગી વેબસાઇટ DNAમાં પ્રકાશિત સમાચાર અનુસાર મહાપૌર સવિતા દેવીએ કહ્યું કે એક મહાન કલાકાર હતા, અને રોડનું નામ બદલવું અને ગોળ ચક્કર તેમને શ્રદ્ધાંજલિ આપવાની રીત છે. મધુબનીથી માતા ચૌક સુધી જનાર રોડને હવે સુશાંત સિંહ રાજપૂત રોડ કહેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube