ડ્રગ્સ કેસઃ અર્જુનના ઘરેથી મળી પ્રતિબંધિત દવાઓ, 11 નવેમ્બરે NCB કરશે પૂછપરછ
બોલીવુડના ડ્રગ કનેક્શન કેસમાં અભિનેતા અર્જુન રામપાલના ઘર પર એનસીબીએ દરોડા પાડ્યા હતા. હવે તેને પૂછપરછ માટે એનસીબીએ પોતાની ઓફિસ બોલાવ્યો છે. એનસીબીએ 11 નવેમ્બરે અર્જુન રામપાલને ઓફિસમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યું છે.
મુંબઈઃ બોલીવુડના ડ્રગ્સ કનેક્શન કેસમાં અભિનેતા અર્જુન રામપાલના ઘર પર એનસીબીએ દરોડા પાડ્યા છે. રામપાલના મુંબઈના બાંદ્રા સ્થિત ઘર પર એનસીપીના ઓફિસર દરોડા પાડયા પહોંચ્યા હતા. આજે સવારે અર્જુન રામપાલના ઘરે એનસીબીના અધિકારી પહોંચ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે રામપાલના ઘરે એનસીબી ડ્રગ્સ શોધી રહી છે તેને તેની સૂચના સૂત્રો પાસેથી મળી છે.
NCBએ રામપાલને મોકલ્યું સમન્સ
11 નવેમ્બરે અર્જુન રામપાલને એનસીબીએ પોતાની મુંબઈ સ્થિત ઓફિસમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યું છે. અર્જુન રામપાલના ઘરેથી કેટલીક ડિજિટલ ડિવાઇસને સીલ કરવામાં આવી છે, જેની તપાસ એનસીબી કરશે.
સાથે અર્જુન રામપાલની લિવ-ઇન પાર્ટન ગૈબ્રિએલાને પણ NCBને સમન્સ મોકલ્યું છે. NCBના ટોપ ઓફિસર પ્રમાણે રામપાલના ઘરેથી બેન મેડિસિન જપ્ત થઈ જે NDPS એક્ટમાં આવે છે. તેના કારણે તેની પાર્ટનરની પૂછપરછ થવાની છે.
દીપિકા એક ફિલ્મ માટે ચાર્જ કરે છે 'પઠાણી' ફી, બોલીવુડના મોટા સ્ટાર્સને છોડ્યા પાછળ
મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલામાં બોલીવુડનું ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું હતું. ત્યારબાદ એનસીબીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડ્રગ્સ સાથે જોડાયેલા મામલાની તપાસ શરૂ કરી હતી. પાછલા મહિને રામપાલની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાના ભાઈ Agisialos Demetriadesની ડ્રગ્સ કેસમાં એનસીબીએ ધરપકડ કરી હતી.
Agisialos Demetriades ની પાસે હશીશ અને Alprazolam ની ટેબલેટ્સ મળી હતી. આ બંન્ને વસ્તુ નારકોટિક્સ તરફથી બેન છે. Agisialos નું કનેક્શન Omega Godwin નામના વ્યક્તિએ જણાવ્યું હતું, જે મુંબઈમાં કોકીન સપ્લાઈ કરવા માટે ઝડપાયો હતો.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube