નસીરુદ્દીન શાહ બોલીવુડના એવા કલાકારોમાંથી એક છે જેઓ પોતાનો અભિપ્રાય આપવા માટે જાણીતા છે. અભિનેતા પોતાની લાઈફથી લઈને સંબંધો અને નિર્ણયો અંગે હંમેશા સ્પષ્ટ રહ્યા છે. દિગ્ગજ અભિનેતાએ હાલમાં જ પત્ની રત્ના પાઠક સાથે લગ્ન અંગે ખુલાસો કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે કઈ રીતે તેમણે પોતાના માતા પિતાની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે એક ઈન્ટરવ્યુ દરમિયાન નસીરુદ્દીન શાહે રત્ના પાઠક સાથેના લગ્ન વિશે વાત કરી છે. તેમણે જણાવ્યું કે રત્નાના માતા પિતા તેમના લગ્નની વિરુદ્ધ હતા. જેનું કારણ એ હતું કે તેઓ એક ડ્રગ એડિક્ટ હતા. અભિનેતાએ જણાવ્યું કે તેમના માતા અમારા સંબંધની વિરુદ્ધમાં હતા. કારણ કે હું પહેલેથી પરણિત હતો અને હું એક ડ્રગ એડિક્ટ હતો. હું એક ગુસ્સાવાળો માણસ હતો પરંતુ રત્નાએ તેમના પર ધ્યાન આપ્યું. 



પહેલી નજરમાં રત્નાને જોતા જ રહી ગયા હતા
દિગ્ગજ અભિનેતાએ કહ્યું કે આ તેમના માટે પહેલી નજરનો પ્રેમ હતો  કારણ કે જે પળે તેમની નજર રત્ના પર ગઈ તેમને ખબર હતી કે તેઓ રત્નાને વધુ જાણવા માંગે છે. અભિનેતાએ વધુમાં કહ્યું કે મે જ્યારે તેમને જોયા તે જ પળે તેમની પાસે ગયો. હું જ્યારે ફિલ્મ સંસ્થાનમાં હતો ત્યારે મારી પહેલી ફિલ્મ પહેલેથી જ કરી લીધી હતી. અમારો પરિચય એટલા માટે થયો કારણ કે તે એક નાટકમાં એક્ટિંગ કરતા હતા જેને સત્યમેવ દુબે દિગ્દર્શિત કરતા હતા. મને લાગ્યું કે હું આ વ્યક્તિને વધુ જાણવા માંગુ છું. 



અભિનેતાએ જણાવ્યું કે તેમને લાગે છે કે તેમની પત્ની હંમેશા એક સારા વ્યક્તિની હકદાર હતી. કારણ કે તેમની પાસે હંમેશા ઘણું બધુ ચાલતું હતું. અભિનેતાએ રત્નાને તેમના જીવનના સૌથી મોટા આશીર્વાદ ગણાવ્યા. અભિનેતાએ કહ્યું કે તેમના લગ્ન સફળ રહ્યા અને તેઓ લગ્નમાં આજે પણ એક બીજા વિશે નવી ચીજો શોધતા રહે છે. 



બે બાળકો
અત્રે જણાવવાનું કે નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠકના લગ્ન એક એપ્રિલ 1982માં થયા હતા. અભિનેતાના પહેલા લગ્ન મનારા સીકરી સાથે થયા હતા જેમનાથી તેમને એક પુત્રી પણ છે જેનું નામ હીબા છે. આ બધા વચ્ચે રત્ના સાથે તેમના બીજા લગ્નથી બે પુત્રો છે. ઈમાદ અને વિવાન શાહ.