Natasa Stankovic Relationship: હાર્દિક પંડ્યા પહેલા અલી ગોનીને ડેટ કરી ચુકી છે નતાશા, આ કારણે કર્યું બ્રેકઅપ
Natasa Stankovic Relationship: પહેલી મુલાકાત પછી બંનેને એકબીજા સાથે પ્રેમ થયો અને તેઓ ડેટ કરવા લાગ્યા. અલી અને નતાશા વર્ષ 2014 થી રિલેશનશિપમાં હતા. ચર્ચાઓ તો એવી પણ હતી કે બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા.
Natasa Stankovic Relationship: લગ્નના ચાર વર્ષ પછી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ડિવોર્સ નું એલાન કરી દીધું છે. સોશિયલ મીડિયા પર ડિવોર્સ અંગેની પોસ્ટ શેર કરીને તેમણે કોમેન્ટ સેક્શન ઓફ કરી દીધું છે. ડિવોર્સની ઓફિસિયલ જાહેરાત પહેલા જ નતાશા તેના દીકરા અગત્યને લઈને સર્બિયા શિફ્ટ થઈ ગઈ છે. જોકે ખૂબ ઓછા લોકો જાણે છે કે હાર્દિક પંડ્યા પહેલા નતાશા એક ફેમસ એક્ટરને ડેટ કરી ચૂકી હતી. આ પહેલી વખત નથી કે નતાશાની લવ સ્ટોરી અધૂરી રહી હોય. આ પહેલા પણ નતાશાની લવ સ્ટોરી અધૂરી રહી હતી.
આ પણ વાંચો: મગજને કસરત કરાવી દેશે આ 5 મર્ડર મિસ્ટ્રી વેબ સીરીઝ, એન્ડ સુધી ખબર પડે નહીં ખૂની કોણ?
હાર્દિક પંડ્યા પહેલા નતાશા અલી ગોનીને ડેટ કરતી હતી. અલી અને નતાશાની પહેલી મુલાકાત અલીની ભાભી એ કરાવી હતી. પહેલી મુલાકાત પછી બંનેને એકબીજા સાથે પ્રેમ થયો અને તેઓ ડેટ કરવા લાગ્યા. અલી અને નતાશા વર્ષ 2014 થી રિલેશનશિપમાં હતા. ચર્ચાઓ તો એવી પણ હતી કે બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા.
આ પણ વાંચો: બચ્ચન પરિવારમાં અનબનની ચર્ચા તેજ, અનંત-રાધિકાના લગ્નમાં ઐશ્વર્યા પરિવારથી રહી દુર
રિલેશનશિપના એક વર્ષમાં જ નતાશા અને અલી ગોનીનું બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ પછી પણ બંને મળતા રહ્યા. એટલું જ નહીં નતાશા અને અલી ગોની નચ બલિયે 9માં કપલ તરીકે પણ આવ્યા હતા. તે સમયે તેઓ પોતાના રિલેશનશીપને લઈ કંફ્યુઝ હતા. ત્યારે શોના જજ અહેમદ ખાને બંનેને પ્રશ્ન કર્યો હતો કે, તેમના બ્રેકઅપને પાંચ વર્ષ થયા કે રિલેશનશિપમાં પાંચ વર્ષ પછી તેમણે બેકઅપ કર્યું ? આ વાત પર અલી ગોનીએ કહ્યું હતું કે તેમના બ્રેકઅપ ને ચાર વર્ષ થયા છે પરંતુ તેઓ એકબીજાને મળતા રહે છે. જ્યારે નતાશા એ કહ્યું હતું કે પાંચ વર્ષમાં તેમનું બે વખત બ્રેકઅપ થયું છે.
આ પણ વાંચો: Web Series: સસ્પેન્સથી ભરપુર સીરીઝ જોવાનો શોખ હોય તેણે જોવી જ જોઈએ આ 6 વેબ સીરીઝ
જોકે નતાશા સાથેના બ્રેકઅપ અંગે એક મુલાકાતમાં અલી ગોનીએ અલગ થવાનું સાચું કારણ જણાવ્યું હતું. અલીએ કહ્યું હતું કે તે બંનેનું કલ્ચર ખૂબ જ અલગ હતું જેના કારણે તેમણે નક્કી કરી લીધું કે તેઓ એકબીજાથી અલગ થઈ જશે. અલી ગોનીએ એવું પણ કહ્યું હતું કે તે એક ભારતીય યુવતી સાથે રહેવા માંગતો હતો.