નવી દિલ્હી: અભિનેતા વરૂણ ધવન (Varun Dhawan) આ વિકેન્ડ તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal) સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે અને અલીબાગ સ્થિત ધ મેન્શન હાઉસમાં તેના લગ્નની વિધિની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલની દુલ્હન બનતા જોવા માટે બેકરાર છે. નતાશા દલાલના લહેંગા પર દરેકની નજર રહેશે. આ વચ્ચે રિપોર્ટ્સ છે કે, નતાશા તેના લગ્નમાં પોતાનો ડિઝાઈન કરેલા લહેંગો પહેરવાની છે. તમને જણાવી દઇએ કે, નતાશા દલાલ એક ફેશન ડિઝાઈનર છે અને બ્રાઈડલ કલેક્શન માટે જાણીતી છે. જુઓ નતાશા દલાલનું બ્રાઇડલ કલેક્શન.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube