નવી દિલ્હીઃ MIA એટલે કે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા 23 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સિનેમા દિવસ (National Cinema Day) મનાવવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટને મનાવવા માટે MIA દર્શકોને માત્ર 75 રૂપિયામાં મૂવી ટિકિટ્સ ઓફર કરી રહ્યું છે. દેશભરમાં આશરે 4000 સિનેમાઘરોમાં કાલ એટલે કે 23 સપ્ટેમ્બર, 2022ના માત્ર 75 રૂપિયામાં મૂવી ટિકિટ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે પહેલા રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવાની તારીખ 16 સપ્ટેમ્બર 2022 નક્કી કરવામાં આવી હતી, પરંતુ પછી MIA એ આ તારીખને આગળ વધારી 23 સપ્ટેમ્બર કરી દીધી હતી. આ તકે દર્શકોને માત્ર 75 રૂપિયામાં ફિલ્મ જોવાની તક મળશે. તો સામાન્ય દિવસોમાં દર્શકો વધુ પૈસા ખર્ચ કરે છે. 


23 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે નેશનલ સિનેમા ડે
MIA એ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આ વાતની જાણકારી આપી હતી કે નેશનલ સિનેમા ડેને પહેલા 13 સપ્ટેમ્બરે મનાવવામાં આવવાનો હતો, પરંતુ ઘણા સ્ટેકહોલ્ડર્સે વિનંતી કરી કે આ તારીખને આગળ વધારવામાં આવી શકે, જેથી વધુ યૂઝર્સ ભાગ લઈ શકે. આ કારણે 23 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ ફિલ્મ 'મજા માં'નું ટ્રેલર થયું રિલીઝ, અલગ અંદાજમાં જોવા મળશે માધુરી દીક્ષિત


તેવામાં દર્શકોની પાસે માત્ર 75 રૂપિયામાં સિનેમા જોવાની તક છે.  MIA એ 4000 સ્ક્રીન્સ પર આ ઓફર આપી છે, જેમાં PVR, INOX, Cinepolis, Carnival, Miraj, Citypride, Asia, Mukta A2, Movie Time, Wave, M2K અને Delite જેવા થિએટર્સ સામેલ છે. આ બધા સિનેમાઘરોમાં માત્ર 75 રૂપિયામાં ટિકિટ્સ મળી રહી છે. તમે પણ આ ટિકિટ બુક કરી શકો છો. 


આ રીતે બુક કરો ટિકિટ


સ્ટેપ 1: તે માટે તમારે સૌથી પહેલા મલ્ટીપ્લેક્સ જેમ કે PVR, Cinepolis વગેરેની વેબસાઇટ પર જવુ પડશે. 


સ્ટેપ 2: પોતાની વિગત ભરી સાઇન-અપ કરો.


સ્ટેપ 3: ત્યારબાદ તમારા શહેર અને એરિયાના સિનેમાની પસંદગી કરો.


સ્ટેપ 4: હવે મૂવીને સર્ચ કરો જે તમે જોવા ઈચ્છો છો.


સ્ટેપ 5: હવે શોનો સમય પસંદ કરી તમારૂ બુકિંગ કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube