નવી દિલ્હી: હિંદુઓની આસ્થા સાથે દુભાવતાં નવરાત્રિ (Navratri) પર અશ્લીલ પોસ્ટ કરવી ફિલ્મ મેકિંગ કંપની ઇરોઝ નાઉ (Eros Now) ને ખૂબ ભારે પડ્યું. સોશિયલ મીડિયા પર કંપનીના બોયકોટની મુહિમ શરૂ થઇ ગઇ છે. હવે કંપનીએ માફી માંગી છે. જોકે આ વાત અલગ છે કે નવરાત્રિના અપમાનને લઇને લોકોનો ગુસ્સો હજુ શાંત થયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇરોઝ નાઉએ માફી માંગતા લખ્યું કે 'અમે દરેક ધર્મની ઇજ્જત કરીએ છીએ. કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો કોઇ ઇરાદો ન હતો. અમે તે પોસ્ટ ડિલીટ કરી દીધી અને અમે તેના માટે માફી માંગીએ છીએ.'
Bigg Boss પૂર્વ કંટેસ્ટેંટ રશ્મિ દેસાઇના ફોટા ઇન્ટરનેટ પર મચાવી રહ્યા છે ધમાલ, જુઓ ફોટોઝ


શબ્દો પર આપત્તિ
જોકે કંપનીએ નવરાત્રિને લઇને એક અસભ્ય પોસ્ટ કરી હતી. જેમાં એક તરફ કેટરિના કૈફ હતી અને બીજી તરફ અભિનેતા રણવીર સિંહ. આ પોસ્ટમાં જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે એકદમ આપત્તિજનક હતા, એટલા માટે લોકો ગુસ્સે ભરાયા. સોશિયલ મીડિયા પર #BoycottErosNow ટ્રેંડૅ કરવા લાગ્યો. લોકોએ કંપની પર નવરાત્રિના અપમાનનો આરોપ લગાવતાં તેને નિશાન બનાવવાનું શરૂ કર્યું. યૂઝર્સ કંપનીની જૂની ટ્વીટને પણ શોધવા લાગ્યા, જેમાં ઇદ જેવા તહેવારો પર શુભેચ્છા પાઠવી હતી. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube