નવી દિલ્હીઃ કોરોનાની બીજી અને ઘાતક લહેર (Corona second wave) વચ્ચે માલદીવ વેકેશન પર જનારા બોલીવુડ સિતારાઓ પર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ખુબ નારાજ છે. તેમણે આ સ્ટાર્સ પર નારાજવી વ્યક્ત કરતા કહ્યુ કે, આ ભયાનક પરિસ્થિતિને જોઈને તો કંઈક શરમ કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પોટબોય સાથે વાતચીતમાં નવાઝે કહ્યુ કે, ઘણી ફિલ્મી હસ્યિઓ આ દિવસોમાં માલદીવ વેકેશન પર છે. જ્યાંથી તે પોતાની તસવીરો શેર કરી રહી છે. આ ખુબ શરમજનક છે. કારણ કે આ સમયે દુનિયામાં સૌથી ખરાબ સ્થિતિ છે. દેશ મંદીની ઝપેટમાં છે. લોકોની પાસે ખાવા માટે નથી. તેવામાં આ લોકો પૈસા ફેંકી રહ્યાં છે. કંઈક તો શરમ કરો. 


દેખાડો કરવો ખોટો છે
આ વાતચીત દરમિયાન નવાઝનુ કહેવુ છે કે વેકેશન પર જવુ ખોટી વાતવ નથી પરંતુ આ મુશ્કેલ ઘટીમાં પણ સોશિયલ મીડિયા પર તેનો દેખાડો કરવો યોગ્ય નથી. નવાઝે સેલેબ્સ પર ભડકતા કહે છે કે એક સમાજના રૂપમાં આ સિતારાએ વધુ મોટા થવાની જરૂર છે. 


આ પણ વાંચોઃ Shravan Rathod ના મૃતદેહ આપવાનો હોસ્પિટલે કર્યો ઇનકાર, કારણ જાણીને ચોંકી જશો


પોતાના હોમટાઉનમાં છે નવાઝ
મહત્વનું છે કે આ કોરોના કાળમાં નવાઝ પોતાના પરિવાર સાથે હોમટાઉનમાં છે. જેને તેણે પોતાનું માલદીવ કહ્યુ છે. નવાઝ આગળ કહે છે કે આ જે વેકેશન પર છે તે ક્યા વિશે વાત કરશે? એક્ટિંગ? જેના બે મિનિટની અંદર જ તેના શબ્દ સમાપ્તવ થઈ જશે. લોકોએ માલદીવને એક તમાશો બનાવી દીધુ છે. 


તે આગળ કહે છે કે હું નથી જાણતો કે ત્યાંની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝની સાથે તેની શું ભાગીદારી છે, પરંતુ માનવતાને નાતે પોતાના વેકેશનને પોતાની પાસે રાખો. એક તરફ તબાહી મચી છે અને તેને મસ્તી કરવી છે. કોરોના કેસ વધી રહ્યાં છે, જે લોકો સંકટમાં છે તેને છંછેડો નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube