નવી દિલ્હી: બોલીવૂડ એક્ટર નવાઝુદીન (Nawazuddin Siddiqui) તમને ફિલ્મોમાં એક્ટિંગ કરતા હંમેશા જોયા છે. પરંતુ આ વિશે નવાઝુદ્દીન એક નવા અંદાજમાં ફેન્સની સામે આવ્યા છે. આજે એટલે કે 27 માર્ચના નવાઝુદ્દીનનો (Nawazuddin Siddiqui Music Video) પહેલો વીડિયો રિલીઝ થયો છે જેમાં તે ખુબજ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવાઝુદ્દીનનો પહેલો મ્યૂઝિક વીડિયો
આ ગીતમાં નવાઝુદ્દીન (Nawazuddin Siddiqui) પંજાબી ગાયિકા સુનંદા શર્મા (Sunanda Sharma) સાથે જોવા મળે છે. આ ગીતનું નિર્દેશન અરવિંદર ખૈરાએ (Arvindr Khaira) કર્યું છે અને બી પ્રાક (B Praak) દ્વારા અવાજ આપ્યો છે. નવાઝુદ્દીને આ કાસ્ટ સાથે પહેલીવાર કામ કર્યું છે. આ મ્યુઝિક વીડિયોનું નામ 'રેન્સ કી જાય' છે જે દેશી મેલોડીઝના યુટ્યુબ પેજ પર રિલીઝ થયું છે.


આ પણ વાંચો:- 13 વર્ષ બાદ આ સ્ટાર કિડ્સનું પિતા સાથે મિલન, શેર કરી ઇમોશનલ તસવીર


દેવા રે દેવા... વેક્સીન લીધા બાદ પણ 'બાબુભૈયા' થયા કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી


નવાઝુદ્દીનની ફિલ્મ
વર્કફ્રન્ટની વાત કરીએ તો, નવાઝુદ્દીન છેલ્લી વખત ફિલ્મ 'રાત એકેલી હૈ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. હવે નવાઝુદ્દીન લખનઉમાં 'જોગીરા સારા રા રા'ના શૂટિંગમાં વ્યસ્ત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube