મુંબઇ: રિતેશ બત્રાની ફિલ્મ ''ફોટોગ્રાફ''માં અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી એક ફોટોગ્રાફરની ભૂમિકામાં જોવા મળશે. અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી ફિલ્મોમાં પોતાના પાત્ર સાથે પ્રયોગ કરવા માટે જાણીતા છે. નવાજુદ્દીન સિદ્દીકી પોતાના પાત્રમાં ઢળી જવા માટે કોઇ કસર છોડતા નથી. ફિલ્મ ''ફોટોગ્રાફ''માં એક ફોટોગ્રાફરની ભૂમિકાને સારી સમજવા માટે નવાજદ્દીને પોતાની જીંદગીના પાપારાઝી પાસેથી પ્રેરણા લીધી જે મોટાભાગે કલાકારોને પોતાના કેમેરામાં કેદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇમાં પાપારાઝી સંસ્કૃતિના પ્રત્યે એક ટ્રિબ્યૂટના રૂપમાં, નિર્દેશક રિતેશ બત્રા અને અભિનેતા સાન્યા મલ્હોત્રાએ તાજેતરમાં જ એક વિશેષ કાર્યક્રમની મેજબાની કરી હતી જેમાં એક વિશેષ પ્રીવ્યૂ ફક્ત ફોટોગ્રાફરો માટે આયોજિત કરવામાં આવ્યો હતો. રિતેશ બત્રાની ફિલ્મ ફોટોગ્રાફ મુંબઇના પાપારાઝી ફોટોગ્રાફરને સમર્પિત છે.


મુંબઇની ધારાવીની પૃષ્ઠભૂમિમાં સ્થાપિત ફિલ્મમાં નવાજુદ્દીન એક ફોટોગ્રાફરનું પાત્ર ભજવતાં જોવા મળશે અને સાન્યા મલ્હોત્રા ફિલ્મમાં એક અંતમુર્ખી કોલેજ ગર્લની ભૂમિકા ભજવતાં જોવા મળશે જે પોતાના અભ્યાઅસમાં અવલ્લ છે. 


ફિલ્મ ''ફોટોગ્રાફ''ને આ પહેલાં સનડાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરવામાં આવી હતી અને સાથે જ સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહોમાંથી એક-બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ પણ બતાવવામાં આવી હતી, જ્યાં ફિલ્મને શાનદાર સમીક્ષા પ્રાપ્ત થઇ અને ટીકાકારો દ્વારા પણ ખૂબ વખાણવામાં આવી હતી.


નવાજુદ્દીન સિદ્દીકી અને સાન્યા મલ્હોત્રાની અસમાન્ય જોડીએ ફિલ્મ પ્રત્યે દર્શકોને વધુ પ્રત્યાશિત કરી દેવામાં આવ્યા છે. નવાજુદ્દીન જેમણે ઇંડસ્ટ્રીને કેટલાક એવા પાત્રો ભજવ્યા છે જે હંમેશા જીવિત રહેશે, તે આ ફિલ્મની સાથે વધુ એક રસપ્રદ પ્રદર્શનની સાથે પ્રશંસકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. રિતેશ બત્રા દ્વારા લિખિત અને નિર્દેશિત, ફોટોગ્રાફને અમેજોન સ્ટડિયસ દ્વારા ધ મેચ ફેક્ટરીની સાથે મળીને પ્રસ્તુત કરવામાં આવી છે અને આ ફિલ્મ 15 માર્ચ 2019ના રોજ ભારતમાં લોન્ચ થવા માટે તૈયાર છે.