મુંબઈ: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ જાણીતી કોમેડિયન ભારતી સિંહની ધરપકડ કરી છે. આ ધરપકડ ડ્રગ્સ કેસ હેઠળ કરવામાં આવી છે. ભારતીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે શનિવારે એનસીબીએ મુંબઈમાં 3 જગ્યા પર દરોડા પાડ્યા હતા. ભારતી અને તેના પતિ હર્ષના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે ભારતીના ફ્લેટથી ગાંજો જપ્ત થયો છે. ત્યારબાદ ભારતીય સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને એનસીબીએ સમન્સ મોકલ્યુ હતું. હવે ભારતીની ધરપકડ કરી લેવામાં આવી છે. 


21 નવેમ્બરે એનસીબીએ ખાર દાંડા વિસ્તારમાં દરોડા પાડ્યા અને LSD, ગાંજો (40 ગ્રામ) અને Nitrazepam (સાઇકોટ્રોપિક દવાઓ) સહિત ઘણા ડ્રગ્સની સાથે 21 વર્ષની ઉંમરના એક તસ્કરને ઝડપ્યો હતો. 

એનસીબીએ શનિવારે બે અન્ય સ્થળો પર દરોડા પાડ્યા, જેમાં પ્રોડક્શન ઓફિસ અને કોમેડિયન ભારતી સિંહના ઘર (બંન્ને સ્થળોએ)થી 86.5 ગ્રામ ગાંજો જપ્ત થયો હતો. ભારતીય સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા બંન્નેએ ગાંજાનું સેવન કરવાની વાત સ્વીકારી છે. ભારતી સિંહની એનડીપીએસ એક્ટ 1986ની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. 


બંને પર ડ્રગ્સ લેવાનો છે આરોપ
ભારતી અને તેમના પતિ હર્ષ લિંબાચિયા  (Harsh Limbachiyaa) પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. એનસીબી બંનેને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઇએ કે ડ્રગ્સ પેડલર્સ પાસેથી ગુપ્ત માહિતી મળ્યા બાદ એનસીબીએ ભારતી અને હર્ષના ઘરે રેડ પાડી હતી, જ્યાંથી એજન્સીને તલાશી દરમિયાન સંદિગ્ધ પદાર્થ (ગાંજો) મળી આવ્યો હતો.


કસ્ટડીમાં વધુ એક ડ્રગ્સ માફિયા
એનસીબી (NCB)એ વધુ એક ડ્રગ પેડલરને કસ્ટડીમાં લીધો છે. જોકે હજુ સુધી તેના વિશે વધુ જાણકારી મળી શકી નથી. NCB સૂત્રોના અનુસાર આ ડ્રગ પેડલરના કેસને ભારતી સિંહના કેસ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. રેડ બાદ ભારતી પોતાની લાલ મર્સિડીઝમાં એનસીબીના અધિકારીઓ સાથે હર્ષ એનસીબીની ઇકો કારમાં ઝોનલ ઓફિસ રવાના થઇ. 


અર્જુન રામપાલના ઘરે એનસીબીની રેડ
આ પહેલાં એનસીબીએ 9 નવેમ્બરના રોજ અર્જુન રામપાલના ઘરે પણ રેડ પાડી હતી અને કેટલાક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તથા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરવામાં આવી હતી. ત્યારબદ અર્જુન રામપાલ (Arjun Rampal)અને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાને એનસીબીએ સમન્સ મોકલ્યું હતું. તો બીજી તરફ એનસીબીએ ગ્રેબ્રિએલાના ભાઇ અગિસિયાલોસને તેમના ઘરેથી ડ્રગ્સ મળ્યા બાદ ધરપકડ કરી હતી. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube