નવી દિલ્હી: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બુધવારના બોલીવુડ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ (Deepika Padukone), શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સહિત અન્ય કોઇને પણ ક્લીન ચિટ આપ્યાની વાતને નકારી છે. આ તમામ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત  મામલે સામે આવ્યા ડ્રગ્સ એન્ગલને લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે. એજન્સીએ તેમને ક્લીન ચીટ આપવાના દાવાને ખોટો ગણાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Kangana Ranautનો BMC પર આરોપ: મારા પડોશીઓને ઘર તોડવાની આપી ધમકી


મીડિયા રિપોર્ટનો દાવો
એક મીડિયા રિપોર્ટમાં હાલમાં જ દાવો કરવામાં આવ્યો છે કે, એનસીબીએ દીપિકા, તેની પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશ, સારા અને શ્રદ્ધા સહિત અન્યને ડ્રગ્સ સંબંધિત કેસમાં ક્લીન ચીટ આપી છે. આ જોતાં તપાસ એજન્સીએ તેમની ટિપ્પણી આપી છે. એનસીબી દ્વારા શનિવારના મુંબઇમાં દીપિકા, શ્રદ્ધા અને કરિશ્માથી તેના તે વોટ્સએપ ચેટને લઇને કલાકો પૂછપરછ કરી, જેમાં કથિર રીતે ડ્રગ્સને લઇને વાત કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- રિયા ચક્રવર્તી વિશે NCBએ કર્યો અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો


તાજેતરમાં એનસીબીએ સારા અલી ખાનથી પણ પાંચ કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરી હતી. એનસીબીએ તેમની તપાસ દરમિયાન શુક્રવારના અભિનેત્રી રકુલ પ્રીત સિંહથી પણ ચાર કલાક સુધી પૂછપરછ કરી. જો કે, આ પૂછપરછ બાદ પ્રાપ્ત નિષ્કર્ષો વિશે એજન્સીએ અત્યાર સુધી કોઈ ખુલાસો કર્યો નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube