મુંબઈ ડ્રગ્સ કેસમાં NCB ની મોટી કાર્યવાહી, શાહરૂખના પુત્ર આર્યન ખાન સહિત 3ની ધરપકડ
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની પૂછપરછ બાદ એનસીબીએ ધરપકડ કરી દીધી છે. આર્યન સિવાય બે અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈઃ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ની ટીમે શનિવારે મુંબઈમાં ચાલી રહેલી એક હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી (Rave Party) પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જેમાં બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) નું નામ પણ સામેલ છે. પૂછપરછ બાદ સાંજે આર્યન ખાન સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જલદી પગલા ભરાશે
Zee News સાથે ખાસ વાતચીતમાં એનસીબીના ડીજી એસએન પ્રધાને જણાવ્યુ કે રેવ પાર્ટી દરમિયાન અમને ચરસ, એનડીએમએ અને એક્સટેસી મળી આવ્યું છે. અત્યાર સુધી 8 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ NCB ની પૂછપરછમાં આવી થઈ શાહરૂખના પુત્ર Aryan Khan ની હાલત, જુઓ Video
શાહરૂખના પુત્રનું નિવેદન
એનસીબી સૂત્રો પ્રમાણે એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યને પૂછપરછ દરમિયાન કહ્યુ કે, તેને વીઆઈપી ગેસ્ત તરીકે બોલાવવામાં આવ્યો હતો. તેના આવવા માટે કોઈ ફી લેવામાં આવી નથી. આર્યને કહ્યુ- તેના નામનો ઉપયોગ કરી બીજા ગેસ્ટને બોલાવવામાં આવ્યા હતા.
ગેસ્ટ એન્ટ્રીમાં ગયો હતો આર્યન ખાન?
આ મામલે આર્યન ખાનની પૂછપરછ થઈ. એનસીબીને એક વીડિયો પણ મળ્યો છે જેમાં પાર્ટીમાં આયર્ન ખાન જોવા મળી રહ્યો છે. પૂછપરછમાં આર્યને જણાવ્યું કે તેને આ પાર્ટીમાં મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો. તેની પાસેથી ક્રુઝ પર આવવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવાઈ નહતી. આર્યને કહ્યું કે 'તેના નામનો ઉપયોગ કરીને બાકીના મહેમાનને બોલાવવામાં આવ્યા હતા.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube