મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput) માં ડ્રગ્સ કનેક્શનને લઈને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આજે NDPS કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. આ ચાર્જશીટ 12000 પેજની છે. ચાર્જશીટમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત કુલ 33 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે એનસીબીની ભાષામાં તેને કમ્પ્લેન્ટ કહે છે અને પોલીસની ભાષામાં તેને ચાર્જશીટ કહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NCBએ દાખલ કરી 12 હજાર પેજની ચાર્જશીટ
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આજે મુંબઈમાં 12 હજારથી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરી. જ્યારે ડિજિટલ ફોર્મેટમાં 50 હજાર જેટલા પેજ છે. ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી ઉપરાંત તેના નીકટના અનેક લોકો અને ડ્રગ્સ પેડલર્સના નામ પણ આરોપી તરીકે સામેલ છે. એનસીબીની આ કમ્પ્લેન્ટ ડ્રગ્સ જપ્તી, ઈલેક્ટ્રોનિક ઉપકરણોના રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ અને સાક્ષીઓની જુબાનીના આધારે તૈયાર કરાયો છે. 


3 મહિના  બાદ સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી શકે છે એનસીબી
NCB ના ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડે ચાર્જશીટ લઈને પહોંચ્યાં. સૂત્રોના જણાવ્યાં મુજબ આ મુખ્ય ચાર્જશીટના ત્રણ મહિના બાદ NCB એક સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ પણ કોર્ટમાં રજુ કરી શકે છે. જેમાં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરના નામ સામેલ હોઈ શકે છે. તેમના વિરુદ્ધ પણ NCB ને અનેક પુરાવા મળ્યા હતા, જેની તપાસ હજુ ચાલુ છે. જો કે એનસીબીની યાદીમાં દીપિકા પાદુકોણનું નામ સામેલ નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube