Mast Mein Rehne Ka: એમેઝોન પ્રાઈમ દ્વારા તેની અપકમિંગ હિન્દી ફિલ્મ મસ્ત મેં રહેને કા નુ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નીના ગુપ્તા અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 8 ડિસેમ્બરે ભારત અને અન્ય 240 દેશમાં એમેઝોન પ્રાઈમ વિડીયો પર જોવા મળશે. બોલીવુડ અભિનેત્રી નીના ગુપ્તાએ આ ફિલ્મનું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને આ અંગે જાણકારી આપી છે. નીના ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કર્યું છે કે શું તમે જીવનભરની યાત્રા માટે તૈયાર છો ? આ કેપ્શન સાથેના ગુપ્તાએ હસતી ઇમોજી શેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રણબીર કપૂરે ધ્રુજાવ્યું બોક્સ ઓફિસ, એનિમલે પહેલા દિવસે તોડ્યા 5 ફિલ્મોના રેકોર્ડ


વિજય મૌર્ય દ્વારા લખવામાં આવેલી અને નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ પાયલ અરોરા અને વિજય મૌર્ય એ પોતાના બેનર મેડ ઇન મોર્ય હેઠળ કર્યું છે. ફિલ્મમાં એક નહીં પરંતુ અનેક પ્રતિભાશાળી કલાકારો જોવા મળશે. જેમાં મુખ્ય ભૂમિકામાં જેકી શ્રોફ અને નીના ગુપ્તા હશે તેમની સાથે અભિષેક ચૌહાણ, મોનિકા પંવાર, રાખી સાવંત અને ફેસલ મલિક પણ જોવા મળશે.


Asha Parekh Love story: એક માણસના પ્રેમને સમર્પિત થઈ આશા પારેખ જીવનભર રહ્યા એકલા


આ ફિલ્મ ઉપરાંત નીના ગુપ્તા અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત ફિલ્મ મેટ્રો ઇન દિનોમાં પણ જોવા મળશે. જ્યારે આ ફિલ્મ સિવાય જેકી શ્રોફ બાપ ફિલ્મમાં જોવા મળશે જેનું નિર્દેશન અહેમદ ખાન કરી રહ્યા છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ સાથે સની દેઓલ, સંજય દત્ત અને મિથુન ચક્રવર્તી પણ જોવા મળશે.