નવી દિલ્હીઃ અભિનેત્રી નીતૂ ચંદ્રા હોલીવુડમાં પોતાની ઈનિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે. તે એક શોર્ટ ફિલ્મ 'ધ વસ્ર્ટ ડે'થી બોલીવુડમાં પગ મુકશે. એક નિવેદન અનુસાર, આ કોમેડી ફિલ્મનું લેખન અને દિગ્દર્શન બુલ્ગારિયાના ફિલ્મકાર સ્ટાનિસ્લાવા આઈવીએ કર્યું છે.


પોતાની ભૂમિકા વિશે નીતૂએ જણાવ્યું, 'મારા માટે 2019ની શરૂઆત અદ્ભૂત છે.' આ પ્રોજેક્ટ સાથે જોડાઈને હું ઉત્સાહિત છું. તેણે કહ્યું, મને આ અનુભવથી ઘણું શીખવા મળ્યું. આ મારી પ્રથમ નેગેટિવ ભૂમિકા છે, જે જંગલી છે, રસપ્રદ છે, વિલેન છે. નીતૂ અનુસાર, આ પ્રોજેક્ટથી તેનામાં ઘણો ફેરફાર આવ્યો છે. આ પ્રોજેક્ટ તેના માટે ઘણો ખાસ છે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર