Neetu Singh on Alia Bhatt Baby: આલિયા ભટ્ટે આજે ખુશખબરી આપી છે. રણબીર અને આલિયાના પરિવારમાં દીકરીનુ આગમન થયુ છે. કપૂર પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ છે. રણબીર કપૂર પિતા બની ગયા છે. આલિયાએ દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર આવ્યા ત્યારથી સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. સતત લોકો રણબીર અને આલિયાને અભિનંદન આપી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે દાદી બનેલા નીતુ સિંહ હોસ્પિટલની બહાર કેમેરામાં કેદ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતુ સિંહ જેમ હોસ્પિટલની બહાર નીકળ્યા ત્યારે જ ફોટોગ્રાફર્સે તેમને ઘેરી લીધા હતા. નીતુ સિંહ જેમ હોસ્પિટલની બહાર નીકળ્યા તો ફોટોગ્રાફર્સ તેમની પાસે દોડીને આવી ગયા હતા. નીતુ સિંહે જોઈને ફોટોગ્રાફર્સે તેમને આલિયા અને તેની દીકરીની તબિયત વિશે પૂછ્યુ હતું. તેના બાદ ફોટોગ્રાફર્સે પૂછ્યુ હતું કે, નીતુજી ઘરમાં લક્ષ્મીજી આવ્યા છે, તો શું કહેશો. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Voompla (@voompla)


આ સવાલના જવાબમાં નીતુ સિંહે કહ્યું કે, હંમેશા શું પૂછો છો, હું શું કહેવા માંગુ છું, હુ બહુ જ ખુશ છું. 


કોની પર ગઈ છે દીકરી
તેના બાદ પાપારાઝીએ નીતુ સિંહને પૂછ્યુ હતું કે બેબી ગર્લ કોના જેવી દેખાય છે. આલિયાજી કે આરકે જેવી ? ત્યારે જવાબમાં નીતુ સિંહે કહ્યું કે, તે હજી બહુ જ નાની છે, આજે જ તો તેનો જન્મ થયો છે.