નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા તેના બિન્દાસ અંદાજના કારણે જાણીતી છે. નીડરતાપૂર્વક તે પોતાનો મત રજુ કરતી હોય છે. પરંતુ આ વખતે તેને બોલ્ડ સ્ટેટમેન્ટ આપવું ભારે પડી ગયું છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેને જબરદસ્ત ટ્રોલ કરી છે. નેહા હાલના દિવસોમાં એમટીવી રોડીઝમાં જજ તરીકે જોવા મળે છે અને એક ઓડિશન દરમિયાન તેણે પ્રેમમાં દગો મેળવેલા એક સ્પર્ધકને એવી વાત કરી નાખી કે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે ઓડિશન દરમિયાન એક સ્પર્ધકે જણાવ્યું કે જ્યારે તેને ખબર પડી કે તેની ગર્લફ્રેન્ડ તેના ઉપરાંત અન્ય પાંચ લોકો સાથે અફેર ધરાવે છે તો તેણે તેની ગર્લફ્રેન્ડને તે પાંચ છોકરાઓની સામે બોલાવી અને એક થપ્પડ મારી. જેના કારણે નેહા એકદમ ભડકી ગઈ. તેણે સ્પર્ધકને કહ્યું કે તું જે આ બોલે છે કે તે તારી ગર્લફ્રેન્ડને થપ્પડ મારી તે એકદમ ખોટું છે. મારી વાત સાંભળ એ તેની પસંદ છે, એક છોકરીને થપ્પડ મારવાનો હક તને કોણે માર્યો. પાંચ બોયફ્રેન્ડ બનાવવા એ છોકરીની પોતાની મરજી છે. ત્યારબાદ તો સોશિયલ મીડિયા પર જોરદાર રિએક્શન આવવા લાગ્યાં. 


                 #NehaDhupia Get some sense. Don't be a lecturer everywhere everytime. #fakefeminism #HusnJihad pic.twitter.com/ouwVgtdKht





અત્રે જણાવવાનું કે હાલમાં જ નેહા ધૂપિયાએ કહ્યું હતું કે ગર્ભાવસ્થા તેની જિદંગીનો સૌથી સુંદર દોર રહ્યો છે. કારણ કે તે દરમિયાન તેણે મન ભરીને પોતાની મનપસંદ ચીજો ખાધી. હકીકતમાં એક અભિનેત્રી અને મોડલ તરીકે તેણે 15થી વધુ વર્ષો સુધી ફૂડ પર ખુબ નિયંત્રણ રાખ્યું હતું.