Neha Mehta: આજે દરેક ઘર ઘરમાં તારક મહેતા શો જોવાઈ રહ્યો છે. શોના દરેક પાત્રો લોકોના દિલમાં છવાઈ ગયા છે. ત્યારે ધીમેધીમે શોના પાત્રો વિશે અંગત વાતો બહાર આવી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ મહેતાની ભૂમિકા નિભાવીને પોપુલર બનેલા નેહા મહેતા હાલ ચર્ચામાં છે. ગઈકાલે (ગુરુવારે) તેમનો જન્મદિવસ હતો અને તેઓ 44 વર્ષના થઈ ગયા છે. નેહા મહેતાની ખૂબસૂરતી અને ફિટનેસ મામલે ઘણા યંગ અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેમણે વર્ષ 2020માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો હતો. તે લગભગ 13 વર્ષ સુધી આ શો સાથે જોડાયેલી રહી હતી. ત્યારબાદ તેઓ આજદિન સુધી ટીવી પર જોવા મળ્યા નથી. શું તમે જાણો છો કે નેહા મહેતાએ આટલો પોપુલર શો કયા કારણોસર છોડ્યો હતો? અને નેહા હાલના દિવસોમાં શું કરી રહ્યા છે, તો આજે અમે તમને તમામ સવાલોના જવાબ આપીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેહા મહેતાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેમણે મેકર્સને પોતાની મુશ્કેલીઓ જણાવી હતી. તેમણે ઘણા મુદ્દાને લઈને પ્રોડ્યૂસરનો ઘણી વખત કોન્ટેક્ટ કર્યો, પરંતુ તેમણે યોગ્ય જવાબ મળ્યો નહોતો. મેકર્સની બેદરકારીના કારણે મારે શોને અલવિદા કહેવાનો નિર્ણય લેવો પડ્યો. ત્યારબાદ થોડા સમય બાદ મેં શોમાં પાછા ફરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી પરંતુ ત્યાં સુધીમાં ખુબ જ મોડું થઈ ચૂક્યું હતું. મારી જગ્યાએ સુનયના ફોજદારને પહેલાથી જ મારી ભૂમિકા માટે કાસ્ટ કરી લેવામાં આવી હતી. 


આનંદો! અઠવાડિયામાં ત્રણ દિવસ રજા, બસ ચાર દિવસ કામ, આ 70 કંપનીઓએ કરી જાહેરાત


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યા બાદ નેહા મહેતા શોને ઘણી મિસ કરતી રહી, એટલે સુધી કે તેમણે કોઈ અન્ય ટીવી શો કે પ્રોજેક્ટ પણ સાઈન કર્યા નહોતા. પ્રશંસકો પણ જાણવા આતુર હતા કે હું શું કરી રહી છું. થોડાક મહિનાઓ પછી ઓગસ્ટ 2021માં મેં એક બીટીએસ તસવીર શેર કરીને જાણકારી આપી કે મારો પહેલો મ્યૂઝિક વીડિયો લોન્ચ થનાર છે, જેણે નીતિ મોહનને ગાયું છે. સોંગને પ્રશંસકોએ ખુબ પ્રેમ આપ્યો.


થોડાક મહિના બાદ ઓક્ટોબર 2021માં મેં સોશિયલ મીડિયા પોસ્ટ કરી પ્રશંસકોને સરપ્રાઈઝ આપી હતી કે  હું ગુજરાતી ફિલ્મ 'હલ્કી ફુલ્કી' (Neha Mehta Film Halki Fulki)ની તૈયારી કરી રહી છું. આ એક મહિલા કેન્દ્રિત ફિલ્મ હતી. તેમાં નેહા લીડ રોલમાં હતી. તેમાં 9 મહિલાઓને સેન્ટરમાં રાખી આ ફિલ્મ બનાવવામાં આવી. ફિલ્મ રિલિઝ થયા પછી તેણે પણ પ્રશંસકોએ ખુબ સારો રિસ્પોન્સ આપ્યો અને ફિલ્મે ખુબ કમાણી કરી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube