નવી દિલ્હી: નાના પડદાથી લઈને  બોલીવુડ સુધી ધમાલ મચાવનારી અભિનેત્રી નેહા શર્મા હાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. છાશવારે પોતાની એકથી એક ચડિયાતી ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે આ જ કડીમાં એકવાર ફરીથી નેહા શર્માએ પોતાની એક લેટેસ્ટ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટલ અને ગ્લાસ સાથે આપ્યો પોઝ
વાયરલ થયેલી તસવીરમાં નેહા શર્મા એકદમ સિઝલિંગ અંદાઝમાં જોવા મળી રહી છે જે પાણીની બોટલ અને ગ્લાસ સાથે પોઝ આપી રહી છે. આ તસવીરમાં નેહા શર્માનો લૂક પણ ફેન્સને ખુબ ગમ્યો છે. અભિનેત્રી તસવીરમાં બ્લેક બ્રા ઉપર ઓવરસાઈઝ બ્લેક શર્ટ પહેરીને ખુબ જ બોલ્ડ અંદાઝમાં પોતાના કર્વ્ઝ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. પોતાના આ લૂકને તેણે ડેનિમ સાથે ટીમઅપ કર્યું છે. 


નેહા શર્માની આ અદા પર ફેન્સ આફરીન થઈ ગયા છે અને કમેન્ટ સેક્શનમાં તેના ખુબ વખાણ પણ કરી રહ્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયા યૂઝર્સ નેહા શર્માની આ તસવીરને ખુબ શેર પણ કરી રહ્યા છે. 


હાલમાં જ નેહા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો જેમાં તે તેના મિત્રનો હાથ પકડીને રેસ્ટોરામાંથી બહાર આવતી જોવા મળી હતી. ત્યારબાદ અભિનેત્રી પળભર માટે પાપારાઝીને પોઝ આપે છે અને પછી તે તેના મિત્ર સાથે ગાડીમાં બેસીને રવાના થઈ જાય છે. નેહા શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 


અત્રે જણાવવાનું કે નેહા શર્મા તેના લૂકને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ફિલ્મો કરતા પણ વધુ તો તેની એકથી એક ચડિયાતી તસવીરો ઈન્ટરનેટનો પારો વધારે છે. નેહા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.