Caught Out Documentary: દરેક ભારતીય માટે બે વસ્તુ ખૂબ જ મહત્વની છે. એક અહીનું સિનેમા અને બીજું ક્રિકેટ. ભારતમાં સિનેમાના કેટલાક સ્ટાર્સને લોકો ભગવાનની જેમ પૂજે છે. સાથે જ એ કહેવાની પણ જરૂર નથી કે ભારતમાં ક્રિકેટનો ક્રેઝ પણ ચરમસીમાએ છે. જ્યારે જ્યારે ભારતીયોની આ બે ફેવરેટ વસ્તુનું મિલન થયું છે ત્યારે રેકોર્ડ બની ગયા છે. ફિલ્મો અને ક્રિકેટની જોડી સદાબહાર છે. પરંતુ લોકોને ત્યારે સૌથી મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે ફિલ્મી સિતારાઓએ તેના ફેન્સનું દિલ તોડ્યું હતું અને ક્રિકેટમાં પણ ભ્રષ્ટાચાર ચરમ સીમાએ હતો. ભારતીય ક્રિકેટ માટે મેચ ફિક્સિંગ ગ્રહણ સમાન હતું. આ સમગ્ર ઘટના પર પ્રકાશ પાડતી એક ડોક્યુમેન્ટરીક્સ ઉપર રિલીઝ થવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


બીજા લગ્ન કર્યા પછી પણ પોતાનાથી 27 વર્ષ નાની આ અભિનેત્રીના પ્રેમમાં પડ્યા ધર્મેન્દ્ર


Netflix પર આવશે આ 5 પોપ્યુલર શોની ત્રીજી સિઝન, જોઈ લો તમારા ફેવરીટ શો લિસ્ટમાં છે ?


દીપિકા છે સૌથી મોંઘી... જાણો સાઉથની ફિલ્મો માટે જાનવી, કિયારા કેટલી લે છે ફી


નેટફિક્સ ઇન્ડિયા 1990 અને 2000 ના દાયકામાં થયેલા મેચ ફિક્સિંગના કુખ્યાત કૌભાંડો પર આધારિત એક ડોક્યુમેન્ટરી લાવી રહ્યું છે. મેકર્સનું કહેવું છે કે આ ડોક્યુમેન્ટરીમાં સનસનીખેજ ખુલાસા થવાના છે. આ ડોક્યુમેન્ટ્રીમાં ઘણા રહસ્ય ખુલશે જે આજ સુધી લોકો સામે આવ્યા નથી. ક્રિકેટમાં થયેલા ભ્રષ્ટાચાર નો પરદાફાસ થશે. 


 



આ ડોક્યુમેન્ટ્રી ની સૌથી મહત્વની વાત એ છે કે અન્ડરવર્લ્ડ માફિયા અને આતંકવાદી દાઉદ ઈબ્રાહીમ મેચ ફિક્સિંગમાં નજર આવશે. નેટફિક્સની આ ડોક્યુમેન્ટરીમાં દાઉદ ઈબ્રાહીમના ક્રિકેટ સંપર્કોનો પણ ખુલાસો થશે. આ ડોક્યુમેન્ટરી 17 માર્ચ રિલીઝ થવાની છે.