નવી દિલ્હી: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના સમાચાર આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ આવી રહ્યા છે . આ બંનેના લગ્નની રાહ  ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો તમે વિચારી રહ્યા છો કે તેઓ 17 એપ્રિલના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે, તો આ વીડિયો જુઓ અને તમને વિશ્વાસ થશે કે બંનેના લગ્ન થઈ ગયા છે.  તાજેતરમાં નેટફ્લિક્સે તેના ઇન્સ્ટાગ્રામ પર રણબીર અને આલિયાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં આ કપલની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.  


નેટફ્લિક્સે વીડિયો કર્યો શૅર
જ્યારથી નેટફ્લિક્સે આ વીડિયો શેર કર્યો છે ત્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીર કપૂરે હજુ લગ્ન કર્યા નથી, આ બંને વીડિયો બે અલગ-અલગ ફિલ્મોના છે. જેમાંથી આલિયાનો સીન હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાંથી લેવામાં આવ્યો છે, જ્યારે રણબીર કપૂરનો સીન યે જવાની હૈ દીવાનીનો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube