જો તમને સસ્પેન્સ, હોરર અને એક્શન ફિલ્મો જોવી ગમતી હોય તો ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રહેલી એવી હોરર ફિલ્મો વિશે અમે તમને જણાવીશુ જે સાચી ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મોની IMDb રેટિંગ ખુબ વધારે છે. પણ આ ફિલ્મ ઘરમાં એકલા જોવાની હિંમત બિલકુલ ન કરતા. જો તમને પણ એવું લાગતું હોય કે તમને હોરર ફિલ્મોથી બીક નથી લાગતી તો આ ફિલ્મો જોવાની હિંમત કરજો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેસ્ટ હોરર  ફિલ્મોમાં સામેલ
લિસ્ટમાં પહેલા નંબર પર છે વર્ષ 2013માં આવેલી ફિલ્મ The Conjuring જે તે સમયની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. કમાલની કહીની અને ગજબની હોરર સીન્સ સાથે આ ફિલ્મના IMDb પર રેટિંગ 7.5 છે. આ ફિલ્મ એડ અને લોરીન વોરેનની રીયલ લાઈફ ઈન્વેસ્ટિગેશન પર આધારિત છે. ફિલ્મ વિશે ગૂગલ કરીને તમે તેના વિશે અનેક શોકિંગ વાત જાણી શકો છો. જે તમને વિચારવા માટે મજબૂર કરી  દેશે. 


વેરોનિકા
આ યાદીમાં બીજા નંબરે 2017માં આવેલી ફિલ્મ વેરોનિકા છે. જે સાચી ઘટના પર આધારિત છે. જેને તમે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોઈ શકશો. ફિલ્મનું સ્ક્રિનપ્લે અને તેનો બેકગ્રાઉન્ડ સ્કોર કમાલનો છે. ફિલ્મને IMDb પર 10માંથી 7 રેટિંગ મળેલા છે અને તેની પણ ડરામણી ફિલ્મોમાં ગણતરી થાય છે. 


The Exorcism of Emily Rose
આ ફિલ્મ પણ સૌથી હોરર ફિલ્મોમાં ગણાય છે. આ ફિલ્મની કહાની અને તેનું નરેશન ખુબ હોરિફાઈંગ છે અને આ ફિલ્મને જુઓ તો ભલભલા ચીસો પાડી ઉઠે છે. જો કે આ ફિલ્મ પૂરેપૂરી રીતે સાચી ઘટના પર આધારિત નથી પરંતુ તેની સ્ટોરી મહદઅંશે Anneliese Michelના એક્સોર્ઝિઝમ પર આધારિત હોવાનું કહેવાય છે. 


સાચી ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ
હવે વાત કરીએ છેલ્લી બે ફિલ્મોની તો તેમાં લિસ્ટમાં ચોથા નંબરે આવે છે The Haunting in Connecticut જેના પોસ્ટર પરથી જ તમે એ વાતનો અંદાજો લગાવી શકો કે કહાની કેટલી ડરામણી હશે. દાવો કરાય છે કે આ ફિલ્મની કહાની Connecticut માં સ્નેડકર પરિવાર દ્વારા મહેસૂસ કરાયેલી તે ચીજો પર આધારિત છે જેના વિશે ઘણું લખાયું અને પ્રકાશિત થયું છે. 


છેલ્લા નંબરે આ ફિલ્મ
લિસ્ટમાં છેલ્લુ નામ વર્ષ 2017માં આવેલી ફિલ્મ ધ રિચ્યુઅલ છે. આ ફિલ્મની કહાની તમને એ વાત વિચારવા માટે મજબૂર કરી દે કે જો ક્યાક તમારી સાથે પણ આવું બ ની જાય તો તમે આ પરિસ્થિતિમાથી બહાર કેવી રીતે નીકળશો. એવું કહેવાય છે કે આ ફિલ્મ નોર્સ માયથોલોજી પર આધારિત છે. જો તમે હોરર ફિલ્મો જોવાના શોખીન હોવ તો તમારા આ પાંચ ફિલ્મો ઘરે બેઠા ઓટીટી પર જરૂર જોવી જોઈએ.