નવી દિલ્હી : બોલિવૂડમાં નવા સ્ટાર્સને લોન્ચ કરવા માટે કરણ જોહર જાણીતો છે. તેના લોન્ચ કરેલા કલાકારોની યાદીમાં હવે એક નામનો ઉમેરો થયો છે અને આ એક્ટર છે ટીવી સ્ટાર લક્ષ્ય. કરણ હવે લક્ષ્યને પોતાની આગામી ફિલ્મ દોસ્તાના 2થી લોન્ચ કરવાનો છે. આ ફિલ્મ માટે જાન્હવી કપૂર અને કાર્તિક આર્યનને પણ સાઇન કરવામાં આવ્યા છે. 


લક્ષ્યને સાઇન કરવાના સમાચાર મળતા જ ટ્રેડ એનાલિસ્ટે તરણ આદર્શે માહિતી આપી છે કે તેને ધર્મા પ્રોડક્શનની બીજી ચાર ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો છે. લક્ષ્ય ટીવી ઇન્ડસ્ટ્રીનો ફેમસ ચેહરો છે અને અનેક બ્રાન્ડ માટે મોડલિંગ પણ કરી ચૂક્યો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....