મુંબઈ : અજય દેવગનની નવી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ને પ્રમોટ કરી રહ્યો છે. ફિલ્મને લગતી તસવીર અને વિડીયો તે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો છે. તાજેતરમાં જ અજય દેવગને સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું ડાયલોગ ટિઝર પોસ્ટ કર્યું છે. હાલમાં તે આ ફિલ્મને જોર-શોરથી પ્રમોટ કરી રહ્યો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર પણ આ ડાયલોગ ટીઝર પોસ્ટ કર્યું છે. જેમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત કોર્ટરૂમમાં જજ પાસે બેઠા છે. આ ટીઝર જોઇને તમે હસીહસીને ઢગલો થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા બોરિયા બિસ્તર બાંધીને છોડીને જતી રહી માતા અમૃતાનું ઘર કારણ કે...


નોંધનીય છે કે 9 વર્ષ બાદ અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી એકવાર ફરી સ્ક્રીન પર જાદુ ચલાવશે. અનિલ કપૂરે કહ્યું કે, આટલા સમય બાદ મેં માધુરી અને ઇંદ્ર કુમાર સાથે આવી રહ્યાં છીએ. અમારી વચ્ચે સારૂ એસોસિએશન રહ્યું છે. 


તો માધુરી દીક્ષિત પણ અનિલ કપૂરની સાથે આટલા સમય બાદ કામ કરીને ઘણી ખુશ છે. માધુરીએ અનિલ કપૂરની પ્રશંસા કરતા કહ્યું કે, અનિલમાં ક્યારેય ફેરફાર ન કરી શકે, તે ત્યારથી લઈને આજ સુધી એક જેવો જ છે. આ ફિલ્મમાં કામ કરીને ખૂબ મજા આવી. આખી ફિલ્મ આટલી પોઝિટિવિટી અને ખુશીથી શૂટ કરવામાં આવી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....